મહુવા ના નીચા કોટડા ગામે પુત્ર એ કરી પિતાની હત્યા - At This Time

મહુવા ના નીચા કોટડા ગામે પુત્ર એ કરી પિતાની હત્યા


આજરોજ ભાવનગર જિલ્લાનાં દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિનેશભાઇ વિઠ્ઠલભાઇ ભીલ રહે.નીચા કોટડા તા.મહુવા જી.ભાવનગરવાળાની કૃત્યા કરેલ હાલતની વાડીએથી લાશ મળી આવેલ. જે અંગે જસમતભાઇ રમેશભાઇ ભીલ રહે.નીચા કોટડા તા.મહુવા જી.ભાવનગરવાળાએ દાઠા પોલીસ સ્ટેશનમાં દિનેશભાઇ વાડીએ એકલા સુતા હતાં.તે દરમ્યાન આરોપીએ તિક્ષ્ણ હથિયારના ઘા કરી તેના પિતાનું મોત નિપજાવી નાસી ગયેલ. જે અંગે દાઠા પો.સ્ટે એ.પાર્ટ ગુ.ર.નં.૦૦૩૬૪૨૦૨૩ ઈ.પી.કો કલમ ૩૦૨ વિગેરે મુજબનો ગુનો રજીસ્ટર થયેલ.

આ ગુનાની ગંભીરતા ધ્યાને લઈ પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ. ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી રવિન્દ્ર પટેલસાફેબે તાત્કાલીક પગલા ભરી આ ગુનાના આરોપીને સત્વરેથી પકડી પાડવા માટે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા તથા શ્રી પી.આર.સરવૈયા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને સુચના કરેલ.

ભાવનગર, લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કોડના માણસોએ અલગ-અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરેલ.દરમ્યાન એલ.સી.બી.ના પો.કોન્સ ભદ્રેશભાઈ પંડયા તથા તરુણભાઈ નાંદાને બાતમીરાહે ફર્કિકત મળેલ કે,આ ગુનામાં સંડોવાયેલ આરોપી નીચા કોટડા ગામે હાજર છે.જે હકિકત આધારે મજકુરને પકડી પાડી બનાવ સબંધમાં પુછપરછ કરતા તેણે જ હત્યા કરેલ હોવાની મૌખિક કબુલાત કરેલ. જેથી આ ગુન્હાનાં આરોપીને આગળની કાર્યવાહી થવા માટે દાઠા પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી
ઘનશ્યામભાઈ દિનેશભાઈ ભીલ ઉ.વ.૧૮ વર્ષ ૬ માસ રહે.નીચા કોટડા. તા.મહુવા જી.ભાવનગર

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી બી.એચ શીંગરખીયા શ્રી પી.બી.જેબલીયા, શ્રી પી.આર.સરવૈયા સ્ટાફનાં ચેતનસિંહ સરવૈયા. ભદ્રેશભાઈ પંડયા, તરુણભાઇ નાંદવા

રિપોર્ટ ભુપત ડોડીયા બગદાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.