ગોંડલ તાલુકા પો.સ્ટે.ના શિવરાજગઢ ગામેથી ડીગ્રી વગરના ડોક્ટરને દવાના મોટા જથ્થા સાથે પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ રાજકોટ ગ્રામ્ય,રાજકોટ - At This Time

ગોંડલ તાલુકા પો.સ્ટે.ના શિવરાજગઢ ગામેથી ડીગ્રી વગરના ડોક્ટરને દવાના મોટા જથ્થા સાથે પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ રાજકોટ ગ્રામ્ય,રાજકોટ


ગોંડલ તાલુકા પો.સ્ટે.ના શિવરાજગઢ ગામેથી ડીગ્રી વગરના ડોક્ટરને દવાના મોટા જથ્થા સાથે પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ રાજકોટ ગ્રામ્ય,રાજકોટ

મહે.પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ દ્વ્રારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર રીતે દવાખાનાઓ ખોલી બોગસ દસ્તાવેજો અને સર્ટીફીકેટ રાખી લોકોની જીંદગી સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરો સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર શ્રી કે.બી.જાડેજા સાહેબના સીધા જ માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી શાખાના પો.સબ.ઇન્સ, શ્રી બી.સી.મીયાત્રા નાઓ એસ.ઓ.જી. શાખાના સ્ટાફ સાથે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંમાં હતા દરમ્યાન સંયુક્ત બાતમી આધારે હકિકત મળેલ કે મેહુલભાઇ છગનભાઇ રોકડ રહે મેતા ખંભાળીયા તા,ગોંડલ જી.રાજકોટ વાળો કોઇપણ ડોક્ટરી સર્ટી વગર શિવરાજગઢ ગામે પ્રમુખ ક્લીનીક નામે દવાખાનું ચલાવે છે.જે મળેલ હકિકત વાળી જગ્યાએ રેઇડ કરી ગેરકાયદેસર પ્રેક્ટીસ કરતા ડોક્ટરને પકડી પાડી ગોંડલ તાલુકા પો.સ્ટે ખાતે ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે

* પકડાયેલ આરોપીઃ મેહુલભાઇ છગનભાઇ રોકડ જાતે પટેલ ઉ.વ.-૨૩ ધંધો-મેડીકલ પ્રેક્ટીસ રહે મેતા ખંભાળીયા તા.ગોંડલ જી.રાજકોટ

કબ્જે કરેલ મુદામાલઃ– -ઇન્જેક્શન તથા સીરીજ તથા નાના-મોટા ગ્લુકોઝ ના બાટલાઓ

- જુદા-જુદા રોગોની એન્ટીબાયોટીક દવાઓ જેનીકુલ કિંમત રૂ.૧૪,૨૨૫/

કામગીરીમાં રહેલ અધિકારી/કર્મચારીઃ

એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.બી.જાડેજા સા. તથા પો.સબ.ઇન્સ. શ્રી બી.સી.મીયાત્રા તથા પો.હેઙ.કોન્સ જયવિરસિહ રાણા તથા હિતેષભાઇ અગ્રાવત તથા ભગીરથસિહ જાડેજા તથા વિજયભાઇ વેગડ તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon