દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે રાત્રી કાર્યશાળાનુ આયોજન કરી ખેડૂતોને તાલીમ આપી - At This Time

દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે રાત્રી કાર્યશાળાનુ આયોજન કરી ખેડૂતોને તાલીમ આપી


દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે રાત્રી કાર્યશાળાનુ આયોજન કરી ખેડૂતોને તાલીમ આપી

કૃષિ વિજ્ઞાન કેંન્દ્ર, ચાસવડ દ્વારા પ્રાકૃતિક ખેતી વિષે ખેડૂતોમાં જાગૃતિ આવે અને પ્રાકૃતિક ખેતી તરફ વળે એ હેતુથી રાત્રી કાર્યશાળાનુ આયોજન કરી તાલીમ આપવામાં આવી હતી જેમા કે.વી.કેના હર્ષદ એમ વસાવા, વિષય નિષ્ણાત (વિસ્તરણ) દ્વારા દેશી ગાયનુ મહત્વ અને તેના દ્વારા થતી આ પ્રાકૃતિક ખેતીના ફાયદા વિષે જણાવતા , દેશી ગાયના ગોબર અને ગૌ મુત્રથી બનતા, બીજામૃત જીવામૃત, ઘનજીવામૃત, નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર તેમજ આચ્છાદન ઉપયોગથી, ખેતીમા ઓછો ખર્ચ, ઉત્પાદન ક્ષમતામાં વધારો, જામીનની ભેજ સંગ્રહ શક્તિમા વધારો, પાણીની બચત , પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય માટે ખુબ ઉપયોગી છે તે વિષે માહીતી આપી હતી અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ અન્ય ખેડૂતોને પણ પ્રતીભાવો જણાવ્યા હતા , આ પ્રાકૃતિક ખેતી રાત્રી કાર્યશાળા નેત્રંગના નવી જામુની અને વાલિયા તાલુકાના મિરાપુર ગામે યોજાય હતી જેમા સારી સંખ્યામા ખેડૂતોએ હાજરી આપી હતી .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.