‘મારા ઘરનું મીટર કેમ ઉતાર્યું,’ કહી વીજ કર્મચારીને માર માર્યો
શ્રીરામ સોસાયટીના શખ્સે ફરજમાં રૂકાવટ કરી.
સરકારી કર્મચારીની ફરજમાં રુકાવટ કર્યાનો વધુ એક બનાવ પોલીસમાં નોંધાયો છે. રાજારામ શેરી-4માં રહેતા અને પીજીવીસીએલમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા ડી.જી. વ્યાસે હરેશ ભીખા ઠુંમર નામના શખ્સ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના વિસ્તારના ગ્રાહકોએ વીજબિલની રકમ ભરી ન હોય તેવા લોકોના વીજજોડાણ કાપવા તેમજ મીટર સર્વિસ ઉતારવાની કામગીરી તેમને કરવાની હોય છે. જેથી શનિવારે બપોરે ચાર વાગ્યે સરકારી વાહન સાથે શ્રીરામ સોસાયટી-6માં રહેતા હરેશ ઠુંમરના ઘરે પહોંચ્યા હતા.
જોકે, તે સમયે તે વ્યક્તિ હાજર ન હતા. તેના માતા ત્યાં હાજર હોય તેમની બિલ ભરપાઇ ન કરવાને કારણે તેઓ મીટર ઉતારવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. જે વાત કર્યા બાદ મીટર ઉતારી અન્ય સ્થળે મીટર ઉતારવાની કામગીરી કરવા નીકળી ગયા હતા. ત્યારે ગ્રીનલેન્ડ ચોકડીથી માર્કેટિંગ યાર્ડ તરફ જતા યાર્ડના પહેલા ગેટ પાસે પહોંચતા એક શખ્સે તેનું બાઇક અમારા સરકારી વાહન આડે નાખ્યું હતું. જેથી પોતે વાહનમાંથી નીચે ઉતરી હું હરેશ ઠુંમર, તમે મારા ઘરનું મીટર કેમ ઉતારી લીધું છે. તેમ કહી ગાળો ભાંડી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.