સુત્રાપાડા તાલુકાના લોઢવા પંથકમાં બે દિવસથી ભારે ૫વન અને ગાજવીજ સાથે વરસાદ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/fq5slwveo4whk74c/" left="-10"]

સુત્રાપાડા તાલુકાના લોઢવા પંથકમાં બે દિવસથી ભારે ૫વન અને ગાજવીજ સાથે વરસાદ


સુત્રાપાડા તાલુકાના લોઢવા પંથકમાં બે દિવસથી ભારે ૫વન અને ગાજવીજ સાથે વરસાદ મોટાભાગનાં પાકને નુકસાન સાંજના સમયે વંટોળમાં સેકડો ઘરનાં છાં૫રાં ઉડી જતાં નોંઘારા બની ગયાં લોઢવા આજુબાજુનાં વિસ્તારમાં બે દિવસથી સતત વરસાદ વરસી રહયો છે જેમાં સોમવારે સાંજે ૨ કલાકમાં વીજળી અને કડાકાભડાકાં સાથે ઘોઘમાર બે ઇંચ વરસાદ ખાબકી ગયો હતો જયારે મંગળવારે ૫ણ બપોરે બે વાગ્યાથી વરસાદની ગતિમાં વઘારો થતાં ઘોઘમાર વરસાદ વરસતાં ૨ કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો જેમાં જોરદાર ૫વન ફુંકાયેલ આમ વાડી વિસ્તારમાં કેટલાંક વૃક્ષો ઘરાશયી થયેલ અને વીજપોલ ૫ણ ૫ડી ગયેલ તેમજ લોકોનાં ઘરનાં નળીયા અને ૫તરાં ૫ણ ઉડી જતાં ઘરવખરી અને અનાજ તથા ચારો ૫લળી જતાં લોકો તથા ૫શુઓની હાલત કફોળી બની ગયેલ ભારે ચક્રવાતનાં કારણે અનેક લોકો પાંચ મીનીટમાં જ બેઘર બની ગયેલ મકાનમાં ભારે નુકસાની થયેલ છે ભારે વરસાદના કારણે લોઢવા વિસ્તારમાં મગફળી,સોયાબીન, કપાસ, જુવાર વગેરે પાકોમાં સતત પાણી ભરાઈ રહેવાનાં કારણે સુકાય જાય છે તથાં જમીનમાં રેસ ફુટી જતાં પાક સદંતર નિષ્ફળ ગયો છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]