સાયલા ખાતે જિલ્લા કક્ષાનો વન્યપ્રાણી સપ્તાહ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો. - At This Time

સાયલા ખાતે જિલ્લા કક્ષાનો વન્યપ્રાણી સપ્તાહ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો.


સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકા ખાતે વન્યપ્રાણી સપ્તાહ ઉજવણી 2022 ના ભાગરૂપે કાર્યક્રમ યોજવામાં આવ્યો. તેમજ સામાજિક વનીકરણ વિભાગ સુરેન્દ્રનગર, ક્ષેત્રીય વન વિભાગ સુરેન્દ્રનગર, ઘુડખર અભ્યારણ ધાંગધ્રા ના ઉપક્રમે સાયલા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. જેમાં સાયલા ખાતે વન પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા ના વરદ હસ્તે વન્યપ્રાણી પ્રદર્શન ખુલુ મુકવામાં આવ્યું. સાથે સાથે વન્યપ્રાણી સપ્તાહ ઉજવણી નિમિત્તે વનકર્મીઓ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, પોલીસ કર્મીઓ, ભાજપના કાર્યકર્તાઓ, ગ્રામજનો, વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

અહેવાલ‌‌.. જેસીંગભાઇ સારોલા
9687005156
બિઝનેસ પાર્ટનર.. રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon