પોલિસ પર હૂમલો કરી વાહનમાં તોડફોડની ઘટનામાં 5 મો આરોપી ઝડપાયો, હજૂ 1 કુખ્યાત સહિત 7 ફરાર
રાજકોટના રૂખડિયાપરા વિસ્તારમાં મહિલાના ઘર પર સોડા બોટલોના ઘા કર્યા બાદ આરોપીને પકડવા પ્રદ્યુમન નગર પોલિસ મથકના 2 પોલીસમેન સાંઢીયા પુલ પાસે સ્લમ કવાર્ટર જતા હતા ત્યારે કુખ્યાત માજીદ ઉર્ફે ભાણુ તથા તેની ટોળકીએ પોલીસ પર હુમલો કરી તેમના વાહનમાં તોડફોડ કરી હતી.જે બનાવમાં પોલીસે 4 આરોપીઓને ઝડપી લીધા બાદ આ ગુનામાં વધુ એક આરોપી ભિસ્તીવાડમાં રહેતા અતીક ઉર્ફે દોષુને ઝડપી લીધો છે.જયારે કુખ્યાત માજીદ સહિત સાત આરોપીઓ હજુ પણ પોલીસના હાથ લાગ્યા નથી. પ્રાપ્ત વિગત મુજબ, થોડાં દિવસ પહેલાં રૂખડિયાપરા વિસ્તારમાં રહેતા ફરીદાબેન જુસબભાઈ શેખના ઘર પર રાત્રિના બજરંગવાડીમાં રહેતા અને ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા માજીદ ઉર્ફે ભાણુ તથા તેના સાથીદારોએ મળી સોડા બોટલના ઘા કર્યા હતા.આ ઘટનાને લઇ રાત્રિના પ્ર.નગર પોલીસ મથકના કોન્સ્ટેબલ રિયાઝભાઈ અને મયુરરાજસિંહ જાડેજા જામનગર રોડ પર સાંઢીયા પુલ સ્લમ કવાર્ટર પાસે કમિટિ ચોકે પહોંચ્યા હતા. ત્યાં માજીદ તથા તેના 10 થી 12 સાગરીતો ઊભા હતા જેમાં કેટલાકના હાથમાં ધોકા હોય તેમણે પોલીસ સાથે ઝપાઝપી કરી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા બંને પોલીસમેન અહીંથી ચાલ્યા ગયા હતા. ત્યારબાદ આરોપીઓએ પોલીસમેનના વાહનોમાં તોડફોડ કરી હતી.જે ગંભીર ઘટનાને લઇ હુમલા પ્રકરણમાં આગાઉ સીમર ઉર્ફે ધમો બસીરભાઇ શેખ, સાવન ઉર્ફે લાલી સંજયભાઇ વાઘેલા અને અશરફ શિવાણી સહિત ચાર આરોપીઓને ઝડપી લીધા હતા.દરમિયાન પીએસઆઇ આઇ.એ.બેલીમ તથા ટીમે આ પ્રકરણમાં ફરાર વધુ એક આરોપી અતીક ઉર્ફે દોષુ આમરોલીયા (ઉ.વ 22 રહે. ભીસ્તીવાડ,સ્લમ કવાર્ટર,જામનગર રોડ) ને ઝડપી લીધો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
