લીંબડી તાલુકાના ઘાઘરેટિયા ગામે શિક્ષકની બદલી બંધ રખાવવા ગ્રામજનોએ શાળાને તાળુ માર્યું.
શિક્ષક હરેશભાઈ જ્યારથી ગામની શાળામાં આવ્યા ત્યારથી વિદ્યાર્થીઓના શિક્ષણમાં સુધારો થયો
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ઘાઘરેટિયા ગામની પ્રા. શાળાના શિક્ષકની થયેલી બદલી બંધ રખાવવા માટે ગ્રામજનોએ શાળાને તાળુ મારી દીધું છે શિક્ષકની બદલીનો નિર્ણય નહીં બદલાય ત્યાં સુધી શિક્ષણકાર્ય બંધ રાખવાની સાથે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે લીંબડી તાલુકાના ઘાઘરેટિયા ગામની પ્રા.શાળામાં ધો.1થી 8માં 86 વિદ્યાર્થી અભ્યાસ કરે છે શાળામાં અભ્યાસ કરાવતાં હરેશભાઈ લાલાભાઈ ધોળકિયા સારી કામગીરીને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓના પ્રિય શિક્ષક બની ગયા હતા શિક્ષણ વિભાગ દ્વારા હરેશની ધ્રાંગધ્રા તાલુકાના પ્રતાપપુરા ગામની શાળામાં બદલી કરવામાં આવી છે હરેશભાઈની બદલીના સમાચાર સાંભળી વિદ્યાર્થીઓ, વાલીઓની સાથે ગ્રામજનોને આઘાત લાગ્યો હતો ગ્રામજનો શાળાએ દોડી આવ્યા હતા હરેશભાઈની બદલી બંધ રખાવવા શાળાને તાળુ મારી દીધું હતું ગ્રામજનોએ જણાવ્યું હતું કે હરેશભાઈની બદલીના સમાચાર અમારા માટે વજ્રઘાત સમાન છે હરેશભાઈ જ્યારથી અમારા ગામની શાળામાં શિક્ષક બનીને આવ્યા ત્યારથી વિદ્યાર્થીઓના શિક્ષણમાં સુધારો થયો છે શાળામાં ભૌતિક સુવિધાઓમાં વધારો થયો છે હરેશભાઈ ની બદલીનો નિર્ણય નહીં બદલાય ત્યાં સુધી શાળામાં શિક્ષણકાર્ય બંધ રાખીશું. તેમ છતાંય જો શિક્ષકની બદલીનો હુકમ પરત નહીં કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું હરેશભાઈને શિક્ષક તરીકે ઘાઘરેટિયાની શાળામાં પરત નહીં લાવીએ ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે શિક્ષણ વિભાગ હરેશભાઈની બદલીનો નિર્ણય બદલે છે કે કેમ? નિર્ણય નહીં બદલાય તો ગ્રામજનો ક્યાં સુધી લડત આપશે? શિક્ષણાધિકારી શાળાની તાળા બંધી છોડાવી શૈક્ષણિક કાર્ય ક્યારે શરૂ કરાવશે? સહિતના અનેક સવાલોના જવાબ આવનારા દિવસોમાં મળશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.