જાહેરમાં ચાલતા યંત્ર વરલી મટકાના જુગારને બંધ કરવા અનુસૂચિત જાતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું - At This Time

જાહેરમાં ચાલતા યંત્ર વરલી મટકાના જુગારને બંધ કરવા અનુસૂચિત જાતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું


આટકોટમાં અનુસૂચિત જાતિ દ્વારા જાહેરમાં ચાલતા યંત્ર વરલી મટકા ના જુગારને અનુસૂચિત જાતિ દ્વારા બંધ કરવાની માંગ કરવામાં આવી. આ જુગાર ના કારણે જાતિના તમામ વર્ગ અને ગામના લોકો પોતાની ઘરવખરી દાગીના વાહન મકાન વેચીને ગીરવે મૂકીને હારી ગયેલા હોય અને ઘણા યુવાનો વરલી મટકા જુગાર હારી જવાને કારણે પાય માલ થયા હોય અને આ જુગારથી ઘણા યુવાન છોકરાઓએ આત્મહત્યાઓ કરેલ હોય ઘણા યુવાનો પોતાના મોબાઈલ સહિત મૂકી હારી જવાના બનાવો પણ બનતા હોય છતાં પોલીસ તંત્રનું પાણી હલતું નથી. અનુસૂચિત જાતિ દ્વારા જણાવવાનું કે આ આટકોટ બાબરા રોડ પાંચવડા ચોકડીએ જાહેરમાં ચાલતા વરલી મટકા જુગારને બંધ કરાવે. અનુસૂચિત જાતિ દ્વારા આવેદનપત્ર આપી વહેલી તકે વરલી જુગાર મટકા યાંત્રિક બંધ કરાવવામાં આવે તેવી તેમણે માંગણી કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.