મધરાતે આદિવાસી દંપતી પર હમલો કરી ચાર શખ્શોએ લૂંટ આદરી: લુટેરાઓને પકડવા પોલીસનું સઘન ચેકીંગ - At This Time

મધરાતે આદિવાસી દંપતી પર હમલો કરી ચાર શખ્શોએ લૂંટ આદરી: લુટેરાઓને પકડવા પોલીસનું સઘન ચેકીંગ


રાજકોટના ત્રંબા ગામે ખેતી કામ કરતા આદિવાસી દંપતીને લૂંટારાઓ એ માર મારી ૩૦ હાજરની રોકડ રકમ લૂંટી ગયા.રાજકોટ શહેરમાં ચોરી, લૂંટફાટ અને ઠગાઇના ગુના વધવા લાગ્યા છે. કાયદા વ્યવસ્થાની બાઇક વગર નરાધમો ચોરી લૂંટફાટ કરે છે. પોલિસનો ડર ન હોય તેમ ગુના આચરે છે. તેવો જ એક બનાવ સામે આવ્યો છે. રાજકોટના ત્રંબા ગામે ખેતી કામ કરતા આદિવાસી દંપતીને લૂંટારાઓ એ માર મારી ૩૦ હાજરની રોકડ રકમ લૂંટી ગયા હોવાનુ સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર રાજકોટ ત્રંબા ગામે રહેતા મુળ મધ્યપ્રદેશના કુંવરસીંગ કેરમસીંગ અજનારા અને તેમની પત્ની કમલાબેન બે વર્ષથી પ્રવિણભાઈ તેજાભાઈની વાડીમાં રહીને ખેત મજુરી કરે છે. ગઈકાલે રાત્રે વાડીમાં દંપતિ પોતાના સાત બાળકો સાથે સુતા હતા ત્યારે ચાર અજાણ્યા શખ્સો લુંટ કરવા વાડીમાં ઘુસી આવ્યા હતા. ત્રાંટકેલા લુંટારૂઓએ બાળકોની નજર સામે આદિવાસી દંપતિને મારમર્યો હતો. મોડીરાત્રે ગંભીર ઈજા થતાં દંપતીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાજકોટની ભાગોળે આવેલ ત્રંબા ગામે મોડીરાત્રે લૂટેરાઓએ વાડીમાં રહેતા દંપતી મારમારી કરી ૩૦ હજારની રોકડની લુંટ ચલાવી નાસી છુટ્યા હતા. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા દંપતિને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા પોલીસ સ્ટાફ ઘનાસ્થળે જઈ તપાસ હાથ ધરી છે. લુંટ થતા પોલીસે મોડીરાત્રે નાકાબંધી કરી ત્રંબા પંથકમાં લુંટારૂ ગેંગને ઝડપી લેવા સઘન કોમ્બીંગ હાથ ધર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon