વ્યાર ગામના માલધારીઓને જમીન ખાલી કરવા જંગલ ખાતાની ધમકી - At This Time

વ્યાર ગામના માલધારીઓને જમીન ખાલી કરવા જંગલ ખાતાની ધમકી


ભુજ,સોમવારનખત્રાણા તાલુકાના વ્યાર ગામના માલાધારીઓની જમીન પર જંગલ ખાતા દ્વારા કબજો કરાતા ગામલોકો દ્વારા ભારે વિરોધ કરાયો હતો. અને આ જમીન ઉપર વનવિભાગ કબજો કરશે તો માલાધારીઓને હિજરત કરવી પડશે. ગામમાં ગૌચર અને સરકારી જમીનો ઉપર દબાણો થઈ જતાં વગડામાં ચરિયાણ માટે જમીન રહી નાથી. જો ૧૯૧ સર્વે નંબરની જમીન ઉપર વનવિભાગ કબજો કરશે તો પશુાધનને ચરવા માટે કોઈ જમીન બચશે નહીં.વ્યાર ગામના ગ્રામજનોએ આ બાબતે નખત્રાણા પ્રાંત અિધકારીને આવેદનપત્ર પાઠવી આ જમીન વનવિભાગને ન મળે તેવી રજૂઆત કરી હતી. વ્યાર ગામે રબારી, દલિત, દરબારો વગેરેની વસતિ અને અંદાજે ૫૦૦૦ જેટલું પશુાધન છે. જેમાં ગાય, ભેંસ, બકરી, ઘેટા, ઉંટ વગેરેનો સમાવેશ થાય છે. વ્યાર ગામની દક્ષિણ તરફ આવેલ સર્વે નં.૧૯૧વાળી જમીન કે જેમાં વર્ષોથી વાડા, મંદિરો તેમજ ગામને પીવા માટેના બોર પશુઓને પીવા માટેના હવાડા તેમજ બાળકોને રમત-ગમત માટે ક્રિકેટ ગ્રાઉન્ડ પણ આવેલ છે. આ ગામમાંથી નખત્રાણા આવવા માટેનો પાકો રોડ પણ છે તે સિવાય અન્ય કોઈ રસ્તો પણ નાથી. ચાર-પાંચ મહિનાથી જંગલ ખાતા દ્વારા એવી ધમકી આપવામાં આવે છે કે, આ જમીન ઉપરાથી તમારા બોર, હવાડા તોડી નાખો નહીંતર તમારો રસ્તો અમે બંધ કરી દેશું. અને બુલડોઝર ચલાવી બધું ખેદાન મેદાન કરી નાખશું. અગાઉ પણ નાયબ કલેક્ટરને જાણ કરવામાં આવી હતી પરંતુ કોઈ સુનાવણી થઈ નાથી. જો આવું થશે તો ગ્રામજનોને પીવાનું પાણી નહીં મળે અને રસ્તો પણ બંધ થઈ જશે. જેાથી ગામલોકોને ખૂબ જ હાલાકી થશે. જો આ બાબતે યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો ગામલોકો ગાંધીચિંધ્યા માર્ગે જશે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.