અમદાવાદ: મેટ્રોમાં ગંદકી કરશો તો ભરવો પડશે ₹5000 દંડ અને પોસ્ટર ચોંટાડશો તો…
અમદાવાદ શહેરમાં ગુજરાત સરકાર દ્વારા દિવાળી પહેલાં જ શરુ થયેલી મેટ્રો ટ્રેનને લઇને સરકારે નવા નિયમો બહાર પાડ્યા છે. હવે અમદાવાદીઓએ મેટ્રો ટ્રેનની મુસાફરી કરતી વેળાએ અમુક બાબતોનું ધ્યાન રાખવુ પડશે.
જો કોઇ મુસાફર મેટ્રો ટ્રેનમાં સવારી દરમિયાન ગુટખા, પાન મસાલા ખાઇને ટ્રેનની અંદર કે કોચ પર પિચકારી મારશે તો તે વ્યક્તિને 5,000 સુધીનો દંડ ફટકારવામાં આવશે. જો કોઇ મુસાફર શહેરના મેટ્રો ટ્રેનને નુકસાન પહોંચાડવાનો પણ પ્રયત્ન કરે છે તો તેના સામે કડક કાર્યવાહી લેવામાં આવશે. દારુ પીને કે નશામાં કોઇ મુસાફર જો અભદ્ર વર્તન કરે છે તો તેને પણ 2000નો દંડ થશે. આ સિવાય જે તે મુસાફરનો પાસ પણ જપ્ત કરવામાં આવશે.
આ સિવાય પણ કોટ પરિસરમાં પોસ્ટર ચોંટાડશે તો તે વ્યક્તિને 6 માસની જેલ થશે. મેટ્રોમાં મુસાફરી દરમિયાન જો મુસાફરની તબિયત બગડે તો હોસ્પિટલ સુધી પહોંચાડવાની જવાબદારી મેટ્રોની રહેશે. કારણ કે, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા 6 હોસ્પિટલ સાથે MOU કરવામાં આવ્યા છે. તેમજ કારણ વગર કોઇ મુસાફર ટ્રેનમાં અલાર્મ વગાડે છે તો 1 વર્ષની જેલની સજા થઇ શકે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.