સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ - At This Time

સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ


*સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ*
****
સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. રતનકંવર ગઢવીચારણની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, હિંમતનગર ખાતે યોજાઇ હતી.
આ બેઠકમાં રોડ રસ્તા,ગામતરમાં પ્લોટ ફાળવણી,ટ્રાફિકની સમસ્યા,સણદ, તળાવમાં પાણી ભરવા બાબત,વીજ લાઇનની કામગીરી,જમીન અંગે, કનેક્ટિવિટીના પ્રશ્નો જેવા જનહિતને સ્પર્શતા પ્રશ્નો પદાધિકારીશ્રીઓ દ્રારા રજૂ કર્યા હતા. જેનો સંબંધિત અધિકારીઓએ જવાબ આપ્યા હતા.
જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. રતન કંવર ગઢવી ચારણે અમલીકરણ અધિકારીઓને એકબીજાના સંકલનમાં રહીને પ્રજાલક્ષી કામો સત્વરે પૂર્ણ કરવા જણાવ્યું હતું. સામાન્ય જનતા દ્રારા પુછાતા પ્રશ્નોના જવાબ સમય મર્યાદામાં આપવા તેમજ સરકારી લેણાની વસુલાત અંગે જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભારતીબેન પટેલ, સાંસદશ્રી શોભનાબેન બારૈય, રાજ્યસભા સાંસદ શ્રીમતી રમિલાબેન બારા,હિંમતનગર ધારાસભ્ય શ્રી વી.ડી ઝાલા,જીલ્લા પોલીસ વડાશ્રી વિજયભાઈ પટેલ,નિવાસી અધિક કલેકટરશ્રી કે.એ.વાઘેલા, ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી પાટીદાર, તમામ પ્રાંત અધિકારીશ્રી સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.