વતન ની વાટે અમેરિકા- જર્મન – યુકે વિદેશ વસતા રાજવી પરિવારે માદરે વતન ની મુલાકાત લીધી
વતન ની વાટે
અમેરિકા- જર્મન - યુકે વિદેશ વસતા રાજવી પરિવારે માદરે વતન ની મુલાકાત લીધી
અમરેલી જીલ્લાના ધારી તાલુકાનું ઐતિહાસિક ઢસા (હાલનું ગોપાલગ્રામ)ના રાજવી અને સ્વાતંત્ર્ય સેનાની દરબાર સાહેબ ગોપાળદાસ દેસાઈ તથા ભક્તિબાના પૂત્ર ડૉ.બારીન્દ્રભાઈ દેસાઈ તેમનાં જર્મન-અમેરિકન પૂત્ર માર્ક દેસાઈ, પપિહાબેન દેસાઈ (દિલ્હી), સૂરન્દ્રભાઈ પટેલ (યુ.કે.)એ ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી વિપુલ ભટ્ટી સાથે ધારી નજીક આવેલાં આંબરડી સફારી પાર્કની મુલાકાત લીધી અને ગીરના ગૌરવસમા સાવજોને મુક્ત વાતાવરણમાં નિહાળવાનો લ્હાવો લીધો હતો. તેઓએ આંબરડી આસપાસનાં બંજર વિસ્તારનો ઉપયોગ કરી પ્રવાસન સ્થળ વિકસાવવા બદલ રાજ્ય સરકાર પ્રતિ શુભેચ્છા વ્યક્ત કરી હતી. અહીં આઈ ખોડલનાં બેસણા, પાણીનો વિશાળ જથ્થો સંગ્રહ કરતો ડેમ, પર્વતોમાંથી વહેતો ધોધ, નયનરમ્ય પ્રાકૃતિક સૌંદર્ય વગેરે પ્રવાસીઓને આહ્લાદક અનુભવ કરાવે તેવું છે. પોતાની તત્કાલીન જાગીર ઢસા (ગોપાલગ્રામ) અને છતડિયાને અડીને આવેલાં આંબરડીમાં વનરાજ સિંહોની વસ્તીથી ખુશીની લાગણી અનુભવી હતી.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
