કચ્છના માંડવી તાલુકાના માછીમારો માટે સરકારી યોજના જાગૃતિ કાર્યક્ર્મ યોજાયો
કચ્છના માંડવી તાલુકાના માછીમારો માટે સરકારી યોજના જાગૃતિ કાર્યક્ર્મ યોજાયો ટાટા પાવરના સહયોગથી સ્વદીપ સંસ્થા દ્વારા સાગર બંધુ કાર્યક્રમ અંતર્ગત મત્સ્ય ઉદ્યોગ વિભાગની વિવિધ યોજનાઓની માહિતી માટે એક તાલુકા લેવલે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માંડવી તાલુકાના માછીમારો આ કાર્યક્રમમાં જોડાયા હતાં.
આ સરકારી યોજનાઓના બ્લોક લેવલ વર્કશોપ માટે માંડવી ખાતે વીઆરટીઆઈના કેમ્પસમાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મત્સ્ય ઉદ્યોગ ખાતાના ભુજ કચેરીના મદદનીશ મત્સ્યઉદ્યોગ અધિક્ષકશ્રી એમ બી દાફડા સાહેબ માહિતી આપી હતી.આવતા સમયમાં માછીમારોને આ યોજનાઓનું લાભ કેવી રીતે મળે તે અંગે દાફડા સાહેબ દ્વારા સમજાવવામાં આવ્યું માછીમારો વેપારીઓના ધીરાણ માથી મુક્તિ મેળવે તે માટે માછીમારોની કેસીસી લોન મળે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી આ ઉપરાંત સરકારની નવી યોજના સી-વીડ માટે એક યોજના છે જે અંગે માછીમારો એનો લાભ મેળવે તે અંગે જાણકારી આપવામાં આવી આ ઉપરાંત બોટ ધારકો તેમજ પગડીયા માછીમારો તેમજ છૂટક માછલી વેચાણ કરતી મહિલાઓ માટે વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી અને NFDP કાર્ડ અને પોર્ટલ વિશે માહિતી આપીને આ પોર્ટલમાં માછીમારોને રજીસ્ટ્રેશન કરાવવા આહવાન કરવામાં આવ્યું હતુ આ કાર્યક્રમમાં સ્વદીપ સંસ્થા માંથી બ્રિંદા બેન ભટ્ટ જોડાયા હતા ઉપરાંત મત્સ્યઉદ્યોગ ખાતા માંથી મિતપુરી ગોસ્વામી સાગર મિત્ર -ત્રગડી અને આદિત્યભાઈ પરમાર પણ જહેમત ઊઠાવી હતી આ અયોજન સ્વદીપ સંસ્થાના મહેમુદશા સૈયદ દ્વારા કરવામાં આવી હતી
7990705741
આ પ્રકારના તમામ સમાચાર માટેે
