સરહદી વિસ્તારમાં દિવાળીની સીઝનમાં દારૂના ધંધામાં તેજી.
બનાસકાંઠા જિલ્લાના છેવાડાના સરહદી વિસ્તાર વાવ સુઈગામ ભાભર સહિત ના વિસ્તારો માં છડેચોક ધામધૂમ થી દેશી તેમજ ઈંગ્લીશ દારૂનો ધંધો ફુલ્યો-ફાલ્યો છે, દારૂના રવાડે ચડી દેશનું ભાવિ યુવાધન બરબાદ થઈ રહ્યું છે , જો કે હાલમાં દિવાળીની સિઝનમાં દારૂના ધંધા તેજી આવી હોય તેવું લાગી રહ્યું છે,ઠેર-ઠેર દેશી દારૂના અડ્ડાઓ તેમજ વિદેશી દારુઓના સ્ટેન્ડો બનાવી બુટલેગરો ધામધૂમથી દારૂનું વેચાણ કરી રહ્યા છે,તેમ છતાં કાયદાના રખેવાળો દ્વારા બુટલેગરો સામે લાલ આંખ કરવામાં આવતી નથી તેથી સ્પષ્ટ એવું લાગી રહ્યું છે કે ક્યાંક કાયદાના રખેવાળો જ કટકીપાણી લઈને આવા દારૂ વેંચતા બુટલેગરોને છાવરી રહ્યા છે, જો કે આમ જનતાનો પણ એવો સુર છે કે પોલીસ હપ્તાઓ લઈને દેશી તેમજ ઈંગ્લીશ દારૂ વગેરે વહેંચવાની પરમીશન આપતી હોય છે, હવે જોવું રહ્યું કે આ દિવાળી ની સીઝનમાં ધૂમ મચાવતા દારૂના ધંધા પર જવાબદાર તંત્ર લાલ આંખ કરે છે કે બુટલેગરો પાસેથી હપ્તાઓ લઈ મહેરબાની કરે છે.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.