લ્યો બોલો : રૈયોલી ડાયનાસોર ની બાઉન્ડ્રી માં ઈંટોનું ચણતર કરીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો - At This Time

લ્યો બોલો : રૈયોલી ડાયનાસોર ની બાઉન્ડ્રી માં ઈંટોનું ચણતર કરીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો


બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે ડાયનાસોર પાર્ક આવેલું છે અને જે કઈ અસ્તિઓ મળેલી છે તેમાં બાઉન્ડ્રી નું કામ કરવામાં આવે છે અને આ બાઉન્ડ્રીના કામ કરવા માટે સરકાર દ્વારા લગભગ 7 કરોડ 31 લાખ જેવી મતબાર રકમ ફાળવવામાં આવી છે અને આ કામમાં ભ્રષ્ટાચાર થયો છે તેવી અરજી મુખ્યમંત્રી પોર્ટલ ઉપર 1:1:2025 ના રોજ કરવામાં આવી હતી અને આ અરજીના અનુસંધાને વન અને પર્યાવરણ વિભાગના અધિકારી તપાસમાં આવ્યા હતા અને છત્રસિંહ નો જવાબ લીધો હતો અને અરજદાર છત્રસિંહ નો આગ્રહ હતો કે તમો સ્થળ તપાસ કરો ત્યારે જવાબ આપ્યો હતો કે અમો ધડ તપાસ કરીશું પરંતુ આ બાઉન્ડ્રી નું કામ સંપૂર્ણ આરસીસી થી કરવાનું હતું પરંતુ ઈંટોનું ચડતર કરવામાં આવેલ છે આ કામ કોન્ટ્રાક્ટર અને અમુક વન વિભાગના અધિકારીની મિલી ભગતથી કરવામાં આવે છે હજુ મુખ્યમંત્રી પોર્ટલ પર અરજી કરે એક મહિનો પણ નહીં થયો અને ફરી ઈંટોથી ચણતર ચાલુ કરવામાં આવ્યું છે તો આ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ ને કોઈનો ડર જ નથી તેવું સાબિત થઈ રહ્યું છે તો તો આ બાઉન્ડ્રીના કામની કોઈ તપાસ થશે કે કેમ ?પછી જેસે થે?


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image