સાબલી (રામાયણ) પ્રા.શાળા ખાતે સમર વેકેશન દરમિયાન જનરલ નોલેજ ટેસ્ટ યોજાયો
ઈડર તાલુકાના અરવલ્લીની ગિરિમાળાઓમાં સ્થિત સાબલી (રામાયણ) પ્રા.શાળા ખાતે મદદનીશ શિક્ષક રફીકભાઈ મન્સુરી દ્વારા સમર વેકેશન જનરલ નૉલેજ ટેસ્ટ ૪૦ માર્કસનો આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં ૫૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્વાગત પ્રવચન રફીકભાઈ મન્સુરીએ કર્યું હતું. મુખ્ય મહેમાન તરીકે ડૉ.કલ્પેશ રેવાભાઈ પરમાર પૂર્વ બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા, પંચમહાલ ઉપસ્થિત રહી
પ્રેરણાત્મક ઉદબોધન કરી વિદ્યાર્થીઓને શિક્ષણનું મૂલ્ય સમજાવી નિયમિત વાંચન લેખન તેમજ ગણનમાં રસ કેળવી પોતાની શ્રેષ્ઠ અભિવ્યક્તિ સાથે ઉત્તમ પરિણામ મેળવવા આવહાન કરી તેમના દ્વારા સૌ વિદ્યાર્થીઓને ચોપડા તેમજ પેનનું પ્રોત્સાહન ઈનામ આપ્યું હતું. તેમજ સમર વેકેશન દરમિયાન શાળાના શિક્ષકો દ્વારા શરૂ કરાયેલ નવ વિચાર ને આવકરી અભિનંદન આપ્યા હતા. સરપંચ મેહુલ એ.સગર, ગ્રામ અગ્રણી લલિત આર.પરમાર, સાજબીન આઈ.મન્સુરી, પરિમલ
ડી.પરમાર, પાર્થ જે.પરમાર ઉપસ્થિત રહી કાર્યક્રમને બિરદાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગર, ભૂમિકા ઘનશ્યામ સગર, પરમાર, જીતુભાઈ પંડયા કર્યું હતું. પ્રથમ નંબર વિજેતા વિદ્યાર્થી મનસ્વી પંડ્યા, દ્વિતીય વિજેતા આયત મન્સુરી તેમજ તૃતીય વિજેતા હિમેશ ભરવાડ ને વોટર બોટલ વિશિષ્ટ ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની ફોટોગ્રાફી ભરતભાઈ પંડ્યાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.
રિપોર્ટર હસન અલી
સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.