વિસાવદર CHCમાં છ મહિનાથી એક્સરે મશીન બંધ હવે તો રીપેર કરાવો:ટિમ ગબ્બર - At This Time

વિસાવદર CHCમાં છ મહિનાથી એક્સરે મશીન બંધ હવે તો રીપેર કરાવો:ટિમ ગબ્બર


વિસાવદરતા.ટિમ ગબ્બર ગુજરાતના સ્થાપક કાંતિ એચ.ગજેરા તથા વિસાવદરના સ્થાનિક એડવોકેટ નયનભાઇ જોશી દ્વારા આરોગ્યમંત્રી,મુખ્યમંત્રી,ગુજરાત.
કલેકટર-જૂનાગઢ.જિલ્લા વિકાસ અધિકારી જૂનાગઢમામલતદાર-વિસાવદર
પ્રાંત અધિકારીશ્રી વિસાવદર વિગેરેને લેખિત રજુઆત કરી તા.૧૫/૦૨/૨૪ના રોજ જણાવેલ કે,વિસાવદર શહેરની વસ્તી ૪૦ હજારની છે અને તાલુકાની વસ્તી આશરે દોઢ લાખની હોય અહીં એક જ સામુહિક આરોગ્ય કેન્દ્ર આવેલ છે અહીં બીજી કોઈ સરકારી હોસ્પિટલ આવેલ ન હોય અને જે છે તે માંદગીને બિછાને હોય તે રીતે હોસ્પિટલમાં પૂરતો દવાઓનો સ્ટોક ફાળવવામાં આવતો ન હોય માગણી કરવા છતાં વિસાવદરનીજરૂરિયાતના પ્રમાણમાં ખૂબ જ ઓછો સ્ટોક ફાળવી વિસાવદરને કાયમી અન્યાય કરવામાં આવી રહેલ હોય તેવી સ્થિતિ ઉભી થયેલ છે અહીંના દવાખાનામાં છે એના કરતાં નથી તેવી દવાઓનો સ્ટોક તાત્કાલિક ફાળવવામાં આવે તેવી અમારી માગણી છે વિસાવદર તાલુકાના દર્દીઓ માટે સામાન્ય એવી સુવિધાઓ માટે વિસાવદરથી જૂનાગઢ જેવા દૂરના સ્થળે આવવું જવું ખૂબ જ કઠિન છે અને ગરીબ દર્દીઓને આ ખર્ચ પણ પોસાય તેમ ન હોય તેથી ગરીબ પ્રજાના હિતમાં તાત્કાલિક જરૂરી સુવિધાઓ તથા જરૂરી ખૂટતી તમામ દવાઓ માંગણી મુજબની ફાળવવામાં આવે તેમજ એક્સરે મશીન છેલ્લા છ માસ જેટલા સમયથી બંધ હોય તેના કારણે લોકોને ખુબજ અગવડતા પડતી હોય અને બિન જરૂરી ખૂબ મોટો ખર્ચ કરી અન્ય પ્રાઇવેટ જગ્યાએ એક્સરે કઢાવવા જવું પડતું હોય તેથી આ બાબતે સ્થાનિક લોકો તરફથી પણ અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં લેવાયેલ ન હોય તેથી વિસાવદર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં જરૂરિયાત મુજબની દવાઓ તથા અન્ય સુવિધાઓ તાત્કાલિક પુરી પાડવા અમારી ટિમ ગબ્બરની રજુઆત કરેલ હતી જેનો આસી.ડાયરેકટ નીલમ પટેલ સાહેબ દ્વારા તા.૦૨/૦૪/૨૪ના રોજ જવાબ આપી જેતે વિભાગને પ્રશ્નનું તાત્કાલિક સોલ્યુશન લાવવા જાણ કરી તેની અમોને પણ જાણ કરેલ હોવા છતાં આસી.ડાયરેક્ટના હુકમનો પણ ઉલાળીયો કરવામાં આવેલ હોય તેમ છ માસ થવા છતાં યેનકેન પ્રકારે એક્સરે આજની તારીખે પણ બંધ હોય જેથી ટિમ ગબ્બરે ફરીથી ગાંધીનગર ખાતે રજુઆત કરેલ છે અને અમારી રજુઆત લાગુ પડતા વિભાગને પહોંચાડી યોગ્ય કાર્યવાહી કરવા નીટિમ ગબ્બર ની રજુવાતછે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.