ચાઇનીઝ દોરીનો વેપાર કરતા આરોપીને ચાઇનીઝ દોરી સાથે પકડી પાડતી બાલાસિનોર તાલુકા પોલીસ - At This Time

ચાઇનીઝ દોરીનો વેપાર કરતા આરોપીને ચાઇનીઝ દોરી સાથે પકડી પાડતી બાલાસિનોર તાલુકા પોલીસ


મહીસાગર જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબ શ્રીના જાહેરનામાં ક્રમાક એમ.એ.જી/ઉતરાયણ/ જાહેરનામુ/વંશી/૨૨૮૬/૨૦૨૪ તા.૩૦/૧૨/૨૦૨૪ અન્વયે પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનીરીક્ષક શ્રી આર.વી અસારી સાહેબ તથા મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયદિપસિંહ જાડેજા સાહેબ તથા લુણાવાડા વિભાગ નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી કમલેશ વસાવા સાહેબ નાઓએ ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનુ વેચાણ કરતા ઇસમો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા કડક સુચના કરેલ.

દરમ્યાન પોલીસ ઇન્સ્પેકટર ડી.કે.ઠાકર સાહેબ નાઓને બાતમી મળેલ કે પાંડવા થી ભગા બારીયા તરફ જતા રોડ નજીક હનુમાન મંદિર પાસે એક ઇસમ ચોરી છુપીથી ચાઇનીઝ દોરીનો ગે.કાનો વેપાર કરે છે જે આધારે પંચો રૂબરૂ સુંદર જગ્યાએ તપાસ કરતા જીતેન્દ્રભાઈ કાળાભાઇ ચૌહાણ ઉ.વ.૨૮ ધંધો-ખેતી રહે.ભગા બારીયાના મુવાડા તાબે પાંડવા તા.બાલાસિનોર જી.મહીસાગર નાઓ ચાઇનીઝ દોરી ફીરકા નંગ-૦૬ કીમત રૂ/-૪,૫૦૦/- ના મુદ્દામાલ સાથે રાખી મળી આવી મહે. જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબશ્રીના જાહેરાનામાનો ભંગ કરેલ હોય જેથી તેઓની વિરુધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

કામગીરી કરનાર પોલીસ અધિકારી /કર્મચારીઓ

(૧) શ્રી ડી.કે.ઠાકર પોલીસ ઇન્સ્પેકટર

(૨) શ્રી એન.એમ ભુરીયા પોલીસ સબ ઇન્સ્પેકટર

(૩) આ.પો.કો જયેશકુમાર સુખાભાઇ

(૪) આ પો.કો સાગરભાઇ રણછોડભાઇ

(૫) આ.પો.કો. જયદિપસિંહ વજુભા


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.