મગર ની પીઠ જેવો રોડ અમરેલી જિલ્લા ની હદ સુધી બન્યો ભાવનગર જિલ્લા ની હદ નો માર્ગ બિસમાર
મગર ની પીઠ જેવો રોડ અમરેલી જિલ્લા ની હદ સુધી બન્યો ભાવનગર જિલ્લા ની હદ નો માર્ગ બિસમાર
દામનગર ના શાખપુર ગામની છેલ્લી હદ સુધી નવો ડામર રોડ બન્યો ભાવનગર ની નાની વાવડી થી ગારીયાધાર નો રોડ ખાડા રાજ અમરેલી જિલ્લાના સરહદી ગામ શાખપુર થી ગારીયાધાર સુધી અમરેલીની હદ નો નવો ડામર રોડ બન્યો જ્યારે નાની વાવડી થી ગારીયાધાર લોકોને માથાના દુખાવા સમાન ખાડા ખડીયા વાળો અતિ જર્જરિત રોડ વાહન ન ચલાવવા માટે લોકો મજબૂર બન્યા છે હવે આ રોડ ક્યારે બનશે? લોકોને સવાલ થઈ રહ્યો છે ક્યારે આનું મુહૂર્ત આવશે લોકો ગારીયાધાર જવું હોય તો નાના રાજકોટ ફાસરિયા ચાલવાનું પસંદ કરે છે વાયા નાની વાવડી કોઈ ચાલતું નથી કેટલી ખરાબ હાલત હશે ? હુકુમત ની હદ જે હોય તે પણ ખરાબ રસ્તા ના કારણે કોઈ ચાલતું નથી શાખપુર ની સરહદ અને નાનીવાવડી ની સરહદ વલ્લભ ડેમ પાસે નવો રોડ અને ખાડા રાજ બંને ભેગા થાય છે એટલે લોકો ને ભારે મુશ્કેલી થઈ રહી છે નાની વાવડી થી ગારીયાધાર સુધીનો રોડ વહેલી તકે બનાવવામાં આવે તેવી રજૂઆત સરપંચ શ્રી જશુભાઈ ખુમાણ દ્વારા કરવામાં આવી છે ઊંટ ઉપર ન બેઠા હોય તો નાની વાવડી થી ગારીયાધાર સુધી રોડ ઉપર ચાલો એટલે ઊંટની સવારી જેવો અહેસાસ થાય
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
