મહિસાગર જિલ્લા ટ્રાફિક પોલીસની અનોખી પહેલ…
દેશમાં થતાં વાહન અકસ્માતોમાં અનેક નિર્દોષ લોકોની જાનહાનિ થઈ રહેલ છે.આવા અકસ્માતોના બનાવોનો અભ્યાસ કરતા મોટાભાગના અકસ્માતો રોંગ સાઈડ ઓવરટેકિંગ અને ઓવરસ્પિડના કારણે બને છે.અને રોંગસાઈડ ઓવરટેકિંગનું મુખ્ય કારણ ઓવરટેકિંગની લાઈન એટલે કે ફસ્ટ લાઇનમાં ધીમી ગતિએ ચાલતા ભારે વાહનો હોય છે ફસ્ટ લાઈનમાં ભારે વાહનો ચાલતા હોવાથી સ્પીડમાં ચાલતા નાના ફોર વ્હીલર વાહનચાલકો તેમના વાહન રોંગસાઇડે ચલાવી ઓવરટેક કરે છે.જેના લીધે હિટ એન્ડ રનના અનેક બનાવો બનતા હોય છે.
જેથી મહિસાગર જિલ્લા ટ્રાફિક, પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી એસ.બી. ઝાલા અને પોલીસ સ્ટાફ દ્વારા હિટ એન્ડ રનના બનાવો અટકાવવા માટે એક નવતર મુહિમ હાથ ધરી લુણાવાડા- મોડાસા સ્ટેટ હાઇવે ઉપર ઓવરટેકિંગ લેન પર ચાલતા ભારે વાહનોના ચાલકોને આ બાબતે વિગતવાર સમજ કરી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સમજ કરવામાં આવેલ હતું.ઓવરટેકિંગ લેન પર ચાલતા વાહનચાલકોને ફક્ત એક વખત દંડ કરીને સંતોષ માનવાના બદલે તેમને નિયમોની સાચી સમજ આપવામાં આવતા વાહનચાલકોએ પણ ખુશી વ્યક્ત કરી ટ્રાફિક પોલીસનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં આપેલ સૂચનાઓનું અચૂક પાલન કરશે તેવી બાહેંધરી આપેલ હતી.આમ મહિસાગર જિલ્લા ટ્રાફિક પોલીસ અકસ્માતોના બનાવો અટકાવવા માટે ચોક્કસ દિશામાં કટિબદ્ધ રીતે કામ કરતી જોવા મળેલ હતી....
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે
