ચાંદીપુરા વાયરસ સામે રક્ષણ મેળવવા ગઢડા તાલુકાના હામાપર ગામે આરોગ્ય વિભાગના કર્મીઓ દ્વારા ડસ્ટીંગની કામગીરી કરવામાં આવી
હાલમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વાયરલ એનકેફેલાઈટીસ (ચાંદીપુરા)ના કેસો નોંધાઈ રહ્યા છે. વાયરલ એનકેફેલાઈટીસ (ચાંદીપુરા) સામાન્ય રીતે ચેપગ્રસ્ત સેન્ડ ફલાય (રેતીની માખી)ના કરડવાથી લોહીમાં વાઈરસ પહોંચતા એનું સંક્રમણ થતાં ફેલાય છે. વાયરલ એનકેફેલાઈટીસ (ચાંદીપુરા)નું જોખમ ૦ થી ૧૪ વર્ષના બાળકોમાં વધુ હોય છે. આથી જો તેની તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો ગંભીર ન્યુરોલોજીકલ લક્ષણો જોવા મળે છે તેમજ બાળકના જીવનું પણ જોખમ રહેલું છે.
રોગનો ફેલાવો સેન્ડ ફલાય મુખ્યત્વે, લીપણવાળા કાચા મકાનો તેમજ દીવાલોની તિરાડ અને છીદ્રોમાં રહે છે. આ છીદ્રો અને તિરાડો સિમેન્ટથી પુરી નાખવી પડે તથા દીવાલોની તિરાડો અને છીદ્રોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટીંગ કરાવામાં આવે છે.
જે અન્વયે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના હામાપર ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ટાટમના આરોગ્ય કર્મચારીશ્રી રોહિતભાઈ ચુડાસમા, એમ.પી.એચ.ડબ્લ્યુ અને સી.એચ.ઓ દ્વારા ડસ્ટીંગની કામગીરી કરવામાં આવી હતી. ગામમાં મકાનો, શાળા-આંગણવાડીની આસપાસ દવાનો છંટકાવ કરાયો હતો. આ કામગીરીમાં જિલ્લા પંચાયત સભ્ય ધીરુભાઈ બાવળીયા, સરપંચ તેમજ ગામ આગેવાનો સહભાગી બન્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.