ઘરખર્ચના પૈસા માંગતી પત્નીને પતિએ મારમાર્યો વચ્ચે પડેલી પુત્રીને પણ ઇજા

ઘરખર્ચના પૈસા માંગતી પત્નીને પતિએ મારમાર્યો વચ્ચે પડેલી પુત્રીને પણ ઇજા


રાજકોટ,તા.6
ધરમનગર આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતા મૂળ દાહોદના ચંદલાગામના નીરૂબેન દિનેશભાઇ કાળુભાઇ કટારા (ભીલ) (ઉ.વ.40)એ ફરિયાદમાં તેમના પતિ દિનેશ કાળુ કટારાનું નામ આપતા તેઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
નિરુબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા પતિ દિનેશભાઇ તથા બે દિકરા તથા એક દિકરી છે અમે રાજકોટમાં છેલ્લા આઠ વર્ષથી રહીએ છીએ અને મારા પતિ આર.એમ.સી મા ડ્રાઇવિંગ કરે છે.આજે બપોરના હું તથા મારી દિકરી ચાંદનીબેન તથા મારો દિકરો દેસરાજ અમે ઘરે હાજર હતા.
ત્યારે મારા પતિ આવેલ અને મે જણાવેલ કે ઘર ખર્ચના આ મહિનાના રૂપીયા આપો મારે દુધવાળાને તેમજ કરીયાણા વાળાને રૂપીયા ચુકવવાના હોય તેમ જણાવતા પતિએ ઉશ્કેરાઇ મને ગાળો દેવા લાગ્યા હતા.જેથી મે ગાળો આપવાની ના પાડતા મને ડાબા ગાલ ઉપર ઝાપટ ઝીંકી દીધી હતી અને ઝપાઝપી કરવા લાગ્યા હતા અને મને પાટુ મારતા મને ડાબા પડખે વાગતા હું પડી ગયેલ હતી.
ત્યારે મારી દિકરી ચાંદની વચ્ચે પડતા મારા પતિ દિનેશભાઇ એ મારી દિકરીને લાકડી વતી માર મારવા લાગ્યા હતા અને વધુ ઝઘડો થતા તેઓ ભાગી ગયેલા અને મારી દિકરીને વાસાના ભાગે તથા મોઢે ઇજા થતા તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ અંગે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધવા તજવીજ આદરી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »