NGOને મળેલા વિદેશી ફંડમાંથી 5 થી 10 ટકા લાંચ તરીકે સ્વીકારાતુ : CBI - At This Time

NGOને મળેલા વિદેશી ફંડમાંથી 5 થી 10 ટકા લાંચ તરીકે સ્વીકારાતુ : CBI


નવી દિલ્હી, તા. 01 ઓગસ્ટ 2022 સોમવારCBIએ એફસીઆરએ ના ઉલ્લંઘનના મામલે 437 ફોન કોલ ટેપ કર્યા, જેનાથી એ સ્પષ્ટ થયુ કે આરોપી અધિકારી વચેટિયાઓ સાથે સાંઠગાંઠ કરીને એનજીઓના વિદેશી ફંડમાં કથિત રીતે પાંચથી 10 ટકાની લાંચ માગી રહ્યા હતા. અધિકારીઓએ આ જાણકારી આપી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ પર NIAએ ટેકનોલોજી દેખરેખ શરૂ કરી જેમાં વચેટિયાઓ અને ફોરેન કોન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ (FCRA) એકમમાં મંત્રાલયના આરોપી અધિકારીઓ વચ્ચે કથિત સાંઠગાંઠ હોવાની જાણ થઈ છે. આરોપીઓની 10 મે ની ધરપકડ કરાઈ હતીકેસમાં આરોપીઓની 10 મે એ ધરપકડ કરાઈ હતી. જેમણે બિન સરકારી સંગઠનોની અરજીને આગળ વધારવા માટે તેમના પ્રતિનિધિઓ પાસેથી કથિત રીતે લાંચ લીધી હતી. સીબીઆઈએ કેસ સંબંધિત તાજેતરમાં જ ચાર ચાર્જશીટ દાખલ કરી હતી. સાથે જ નજીકના ભવિષ્યમાં પૂરક ચાર્જશીટ દાખલ કરવાનો વિકલ્પ હાજર રાખવાની સાથે-સાથે એક વ્યાપક ષડયંત્રની પોતાની તપાસ ખુલ્લી રાખી હતી. મોબાઈલ ફોન, પેનડ્રાઈવ જપ્ત કરાઈટેપની ગઈ વાતચીત સિવાય, સીબીઆઈએ 12 પેન ડ્રાઈવ અને લગભગ 50 મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે. આનાથી તપાસ એજન્સીને નાણાકીય લેણદેણ અને મંત્રાલયમાં કથિત લાંચ ગેંગના કાર્ય વિશે ઘણી જાણકારી પ્રાપ્ત થઈ છે. આરોપીઓને ટેપ કરવામાં આવેલા કોલ અને વ્હોટ્સએપ પર કરવામાં આવેલી વાતચીતથી મળેલી જાણકારીના આધારે સીબીઆઈએ મંત્રાલયની એફસીઆરએ એકમ પાસેથી રેકોર્ડ એકઠા કર્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.