રાપરની આંગડિયા પેઢીની ૬૨.૫૦ લાખની ચોરી પ્રકરણમાં ચાર આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ - At This Time

રાપરની આંગડિયા પેઢીની ૬૨.૫૦ લાખની ચોરી પ્રકરણમાં ચાર આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ


ભુજ,સોમવારમાળિયા મિંયાણા નજીક આવેલ માધવ હોટલ પાસે એસ.ટી બસમાં રાપરની આંગડીયા પેઢીનો કર્મચારી રોકડા રૃપિયા ૬૨.૫૦ લાખ લઈને મોરબીમાં આવેલ ઈશ્વર બેચર પેઢીમાં આપવા જતો હતો ત્યારે તેનો થેલો લઈને બસમાં જ મુસાફર બનીને બેઠલા બે શખ્સો નાશી ગયા હતા. આ બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ તપાસના અંતે પોલીસે હાલમાં છ પૈકીનાં ચાર આરોપીઓની ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.તા ૪ ના રોજ શનિવારે સવારે એસટીની રાપરાથી રાજકોટ જતી બસમાં મોરબીની ઓફિસે રોકડા ૬૨.૫૦ લાખ રૃપિયા આપવા માટે આવી રહ્યા હતા ત્યારે બસમાં જ મુસાફરની જેમ બેઠેલા બે શખ્સો તેનો રોકડ ભરેલો થેલો ચોરી કરીને નાશી ગયા હતા જેની રાપરમાં હનુમાન મંદીરની પાસે રહેતા અને ઈશ્વર બેચર આંગડીયા પેઢીમાં નોકરી કરતાં મહાદેવ રામભાઈ વાઘમારે (ઉ.વ. ૪૩)એ ફરિયાદ નોંધાવી હતી.  જે ફરિયાદના આાધારે પોલીસે છ પૈકીનાં ચાર આરોપીઓની ધરપકડ કરેલ છે તેની પાસાથી બે દેશી બનાવટની પિસ્તોલ, કાટસમ ગુનામાં વપરાયેલ બાઇક સહિતનો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.માત્ર ૧૦ મિનિટમાં તકનો લાભ લઈને બસમાં બેઠેલા બે અજાણ્યા શખ્સ રોકડ રકમ ભરેલ કાળા કલરનો થેલો લઈને બસમાંથી નીચે ઉતારી ગયા હતા અને બાદમાં તે બાઈકમાં આવેલા અજાણ્યા શખ્સની સાથે નાશી ગયા હતા જેાથી પોલીસે સીસીટીવીના આાધારે તપાસ શરૃ કરી હતી.આ ગુનામાં પોલીસે આરોપી કરણભા રમેશભા ગઢવી, ભાવેશ નીતિનભાઈ ઠક્કર, હરિપ્રસાદ ઉર્ફે હરેશ ઈશ્વરદાસ રામાનંદી રહે. રાપર કચ્છ અને સોનુંસિંગ નરેશસિંગ પરમાર રહે. હાલ રાપર મૂળ એમપી વાળાની ધરપકડ કરેલ છે તેની પાસેાથી પોલીસે ગુનામાં વપરાયેલ બાઈક જીજે ૦૮ સીએલ ૬૨૫૭, પાંચ મોબાઈલ, દેશી બનાવટની બે પિસ્તોલ, ૮ જીવતા કાર્ટીસ સહિતનો મુદામાલ કબજે કરેલ છે અને રોકડ લઈને ભાગી ગયેલા આરોપી સાગર ઉર્ફે છોટુ ગજરાજસિંગ તોમર અને લાલુ ગાદીપાલ કુશવાહ રહે. બંને એમપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે. હાલમાં જે આરોપીને પકડેલ છે તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે.આર્મ્સ એક્ટનો ગુનો નોંધાયો પકડાયેલા આરોપી  પૈકીનાં કણભા રમેશભાઈ ગઢવી ચારણ (ઉંમર ૨૪) રહે. માલીવાસ દરજીવાસ રાપર પાસેાથી દેશી બનાવટની બે પિસ્તોલ મળી આવી હતી જેાથી કરીને ૨૦૦૦૦ રૃપિયાની પિસ્તોલ અને આઠ જીવતા કારતૂસ કુલ મળીને ૨૦૮૦૦ નો મુદ્દામાલ કબજે કરેલ છે તેની પાસેાથી સાગર ઉર્ફે છોટુ ગજરાજસિંહ તોમર જાતે રાજપૂત રહે. હાલ રાપર મૂળ રહે ગોપીગામ એમપી અને રવિન્દ્ર ઉર્ફે દિપો ટૂંડેસિંગ તોમર રહે. ગોપીગામ એમપીના નામ સામે આવેલ હોય તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૃ કરેલ છે. આ ગુનામાં પકડાયેલ આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.