જસદણના કમળાપુર ગામે રવિવારે માતાજીના માંડવામાં થેલેસેમિયા ગ્રસ્તો માટે રકતદાન કેમ્પ - At This Time

જસદણના કમળાપુર ગામે રવિવારે માતાજીના માંડવામાં થેલેસેમિયા ગ્રસ્તો માટે રકતદાન કેમ્પ


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના કમળાપુર ગામ મુકામે આગામી રવિવારના રોજ સાકરીયા પરિવાર દ્વારા ચામુંડા માતાજીનો માંડવો છે જેમાં આખું ગામ બન્ને સમય ધુવાડાબંધ એક પંગત પર પ્રસાદ ગ્રહણ કરશે ત્યારે સાકરીયા પરિવારના સભ્યોને વિચાર આવ્યો કે માતાજીનું કામ સમુસુતરું પાર પડશે જ પણ હાલ ગરમીનાં દિવસો ચાલી રહ્યો છે ત્યારે રક્તનો પુરવઠો ઓછો છે જેમાં રક્ત જરૂરિયાત મંદ થેલેસેમિયા પીડિત બાળકોને રકત મેળવવા માટે ભારે તકલીફ પડી રહી છે ત્યારે એક રકતદાન કેમ્પ યોજીએ તેમનાં આ વિચારે તાત્કાલિક અસરથી એક મિટિંગનું આયોજન કરાયું જેમાં દરેક ઉપસ્થિતનો જોરદાર હકારત્મક પ્રતિસાદ મળેલ હતો આ અંગે ઉધોગપતિ અને સમાજનાં દરેક લોકોનાં સુખદુઃખમાં સાથે ચાલનારા હિરેનભાઈ સાકરીયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં એક હજાર કરતાં પણ વધુ થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓ છે તેમને સતત રક્તની જરૂરિયાત રહે છે રવિવારે કમળાપુર ગામે ચામુંડા માતાજીના માંડવામાં અનેક મહાનુભવો અને જુદા જુદા જન પ્રતિનિધિઓ પધારવાના છે એને લઈ અમે થેલેસેમિયાગ્રસ્તો માટે એક રકતદાન કેમ્પનું આયોજન માટે મિટિંગ રાખી જેમાં કમળાપુરના ગ્રામ્યજનોનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે ત્યારે દરેકને રકતદાન કરવાની જાહેર અપીલ આયોજકોએ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.