ઈસ્કોન બ્રીજથી છલાંગ લગાવી આપઘાત,પરિણીતાના સાસુ-સસરા સહિત 4 સામે ગુનો દાખલ
અમદાવાદ,તા.03 ઓગષ્ટ 2022,બુધવારસેટેલાઈના ઈસ્કોન બ્રિજ પરથી સાત માસ અગાઉ છલાંગ લગાવી આત્મહત્યા કરનાર પરિણીતા ક્રિષ્ણા ઠાકોરના સસરા દશરથ ઠાકોર, સાસુ સમીબહેન, નણંદ શ્રધ્ધાબહેન અને ફોઈસાસુ જશુબહેન વિરૂદ્ધ સેટેલાઈટ પોલીસે દુષ્પ્રેરણનો ગુનો દાખલ કર્યો છે.યુવતીનું બે માસની સારવાર બાદ મોત થતા સોમવારે મૃતકના ભાઈ ફેનિલ ઠાકોરે ચારે આરોપી વિરૂદ્ધ ફરિયાદ કરી હતી.સાસરિયાં જ ત્રાસ ગુજારી પતિ સાથે રહેવા ના દેતા હોવાનો મૃતકનો આક્ષેપઃ પતિ આરોપી ના બન્યો સરખેજના ફતેવાડી ખાતે ભાગ્યોદય ડુપ્લેક્ષમાં રહેતી ક્રિષ્ણા ઠાકોરના લગ્ન ઘૂમા ગામ ખાતે રહેતા અમિત દશરથ ઠાકોર સાથે થયા હતા. લગ્નના થોડા સમયમાં ચારે આરોપીઓ પરિણીતાને મ્હેણાં મારી હેરાન કરતા તેમજ ત્રાસ આપતા હતા. ક્રિષ્ણાને એક વર્ષ અગાઉ આરોપીઓએ સાસરીમાંથી કાઢી મૂકી પિયરમાં મોકલી દીધી હતી. આ બાબતે સમાજ રાહે ક્રિષ્ણાને સાસરીમાં મોકલવા પ્રયાસ કર્યા પણ ઉપરોક્ત આરોપીઓ તેણે રાખવા તૈયાર ન હતા. આરોપીઓએ ક્રિષ્ણાને જણાવ્યું કે, તારે સાસરીમાં આવવું હોય તો અમે કહીએ તેમ કરવું પડશે, અમારી નોકરાણી બનીને રહેવું પડશે. ક્રિષ્ણાએ જાન્યુઆરી,૨૦૨૨માં ઈસ્કોન બ્રિજ પરથી પડતું મુક્યા બાદ સાસરીમાં જાણ કરતા સાસુએ ફરી ફોન ના કરવા પરિવારને જણાવ્યું હતું. સારવાર દરમિયાન કોમામાં જતી રહેલી ક્રિષ્ણાની ખબર કાઢવા પણ સાસરિયાં આવ્યા નહી તેમજ ગત તા.૧૨મી માર્ચના રોજ ક્રિષ્ણાના મૃત્યુની જાણ કરતા પતિ, સાસુ અને સસરા ઘરે આવ્યા પણ બહારથી જ નીકળી ગયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.