પીએમ શ્રી પરવડી કેન્દ્રવર્તી શાળા ના મદદનીશ શિક્ષક પરેશકુમાર હિરાણી ને નોકરી ના 25 વર્ષ પુર્ણ થતા રજતજયંતી ની શાળા માં ભવ્ય ઉજવણી કરવામાં આવી
ગારિયાધાર તાલુકાની પીએમ શ્રી પરવડી કેન્દ્રવર્તી શાળા ના મદદનીશ શિક્ષક પરેશકુમાર ગોરધનભાઈ હિરાણી ને નોકરી ના 25 વર્ષ પુર્ણ થતા આજ રોજ ગ્રામજનો અને મહેમાનો ની વિશેષ ઉપસ્થિત માં અને શાળા ના બાળકો સાથે મળી રજતજયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ શુભ પ્રસંગે ગારિયાધાર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પરિવાર તથા તાલુકા ના શિક્ષક મિત્રો દ્વારા પરેશકુમાર હિરાણી નું સન્માન કરવામાં આવ્યું હતું.
પરેશકુમાર હિરાણી દ્વારા શાળા માં અભ્યાસ બાળકો તથા મહેમાનો, શિક્ષકો ને ગીતાના પુસ્તક ભેટ આપવા માં આવ્યા હતા.
તથા પરેશકુમાર હિરાણી દ્વારા પરવડી ગામમાં ઉતમ શિક્ષણ કાર્ય કરી બદલી કરી બહાર ગયેલા શિક્ષકો ને સન્માનિત કરવામાં આવ્યા.
આ શુભ પ્રસંગે પરેશકુમાર હિરાણી દ્વારા સંગોષ્ઠિ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ' મૂલ્ય શિક્ષણ' વિશે આદરણીય તખુભાઈ સાડસુર સાહેબ દ્વારા સુંદર માહિતી આપવામાં આવી હતી. તથા પરેશકુમાર હિરાણી નાં કાર્ય ને બિરદાવવામાં આવ્યું હતું.
ગારિયાધાર તાલુકાના બી.આર.સી. ગિરિરાજસિંહ સાહેબે પણ શિક્ષણ નું મહત્વ સમજાવ્યું હતું તથા પરેશકુમાર હિરાણી દ્વારા કરવામાં આવતા શિક્ષણ કાર્ય ને બિરદાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે એસ.એમ.સી. સભ્યો, ગામના સરપંચ , સી.આર.સી. મુકેશભાઈ પરમાર, પરેશ ગીરી, ભાવેશભાઈ તથા વિપુલભાઈ પરમાર, હસમુખભાઈ સિંધવ, વિનોદભાઈ પરમાર, અરવિંદભાઈ પરમાર, પરેશગર, હાર્દિકભાઈ ખેની, કિરણભાઈ ગોહિલ, શિવરાજ ભાઈ, દિપકભાઈ બારડ ઉપસ્થિત રહ્યા હતા.
તથા સન્માનિત જાદવભાઈ ખેની, દિપ્તીબેન પટેલ, નિલાબેન પટેલ, કલ્પેશભાઈ ચુડાસમા, મનોજભાઈ લિયા તથા ગિરિશભાઈ ધારૈયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ ના અંતે પરેશકુમાર હિરાણી દ્વારા શાળા ના બાળકો ને પાઉંભાજી ખવડાવવામાં આવી.
તથા પરેશકુમાર હિરાણી દ્વારા સર્વે નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રીપોટર- અશોક ચૌહાણ
ગારીયાધાર
ભાવનગર
99 781 28 943
9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.