નવગામમાં બંધ મકાનમાંથી રોકડ અને દાગીના સહિત રૂ.1.27 લાખની ચોરી - At This Time

નવગામમાં બંધ મકાનમાંથી રોકડ અને દાગીના સહિત રૂ.1.27 લાખની ચોરી


રાજકોટ શહેરમાં છેલ્લા અઠવાડિયામાં ત્રણ ચોરીને અંજામ આપ્યાં બાદ તસ્કરો હવે શહેરની ભાગોળે પહોંચ્યા હતાં અને નવગામમાં બંધ મકાનમાંથી રોકડ અને દાગીના સહિત રૂ.1.27 લાખની ચોરી કરી નાસી છૂટતાં કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે રાજકોટની ભાગોળે આવેલ નવગામમાં રહેતાં મુકેશભાઇ સામતભાઇ બાવળીયા (ઉ.વ.39) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અલગ અલગ જગ્યાએ બાંધકામનું કામ રાખી કડીયાકામ છે. ગઇ તા.15/05/2024 ના સવારના સમયે તેઓ પત્ની અને સંતાનો સાથે તેમના ગામ રાજપરા તેમના કાકી બીમાર હોય તેઓની ખબર અંતર પુછવા માટે ગયેલ હતા.
ત્યાંથી પરત રાજકોટ ફરવા માટેની તૈયારી કરતા હતા તે દરમ્યાન વરસાદ અને વાવાઝોડુ આવતા ઘરના નળીયા ભારે પવનના કારણે ઉડી ગયેલ અને નુકશાની થયેલ હોય જેથી ત્યાં જ રાત્રી રોકાય ગયેલ હતાં. બાદમા ગઈકાલે સવારના તેના પત્નિને પાટલા સાસુનો ફોન આવેલ અને વાત કરેલ કે, તમારી પુત્રીને ઘરે કપડા લેવાં મોકલેલ તો ત્યાં તાળું ખૂલેલ નહીં અને અંદરથી કોઈએ આંકડીયો દિધેલ છે.
બાદમાં તેઓએ તપાસ કરતાં શેરીમા આવેલ ઓરડીના દરવાજા પાસે જઈને જોતા પતરા વાળી ઓરડીનો દરવાજો અર્ધ ખુલ્લો જોવામા આવેલ જેથી દરવાજાને ધક્કો મારતા દરવાજો ખુલી ગયેલ અને મકાનમાં અંદર ગયેલ અને જોયેલ તો મકાનમા ઓશરીમા દરવાજાને તાળુ મારેલ હતુ તે તાળુ તુટેલ અને દરવાજા ખુલા હતાં.
તેમજ રૂમની અંદરની બાજુ જોતા રૂમમાં આવેલ પતરાનો કબાટનો લોક ખુલ્લો જોવામા આવેલ અને કબાટમાં રાખેલ કપડાં તથા સર-સમાન વેરવિખેર પડેલો જોવામા આવેલ હતો. બાદમાં તેઓ પરીવાર સાથે ઘરે આવેલ અને રૂમમાં જોતા કબાટમાં રાખેલ રોકડા રૂ. 90500, સોનાના- ચાંદીના દાગીના મળી કુલ રૂ.1.27 લાખનો મુદ્દામાલ કોઈ અજાણ્યા તસ્કર ચોરી કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી.
બનાવ અંગેની ફરીયાદ પરથી કુવાડવા રોડ પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.