વીરનગર ગામે સાંસદ પરસોત્તમ રૂપાલા અને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાની હાજરીમાં વૃક્ષારોપણ અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું - At This Time

વીરનગર ગામે સાંસદ પરસોત્તમ રૂપાલા અને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાની હાજરીમાં વૃક્ષારોપણ અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું


જસદણ તાલુકાનાં વિરનગર ગામમાંસાંસદ પરસોતમ રૂપાલાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું સમગ્ર વિશ્વમાં પર્યાવરણનું નિકંદન નીકળી રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલ અપીલ"એક પેડ માં કે નામ"અંતર્ગત જસદણના વીરનગર ગામે સાંસદ પરસોત્તમ રૂપાલા અને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાની હાજરીમાં વૃક્ષારોપણ અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં સાંસદ રૂપાલાએ એક વૃક્ષ માતાના નામે અભિયાનમાં દરેકે સહભાગી થવાનું આહવાન કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વૃક્ષો વાવવાની અપીલ કરી છે ત્યારે આંખોની સારવાર માટેની ઓળખ ધરાવતા વીરનગર ગામને હરિયાળા ગામની પણ ઓળખ આપવાની જવાબદારી ગામ લોકોની બને છે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પાંચ ગ્રામજનોને વૃક્ષો આપવામાં આવ્યા હતા તેઓએ તેમની માતાઓના હસ્તે બાલા હનુમાનજી મંદિરના પટાંગણમા વૃક્ષારોપણ કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.