રૂ.1 લાખના રૂ.1.92 લાખ આપ્યા છતાં શાપરના વ્યાજખોરની પઠાણી ઉઘરાણી

રૂ.1 લાખના રૂ.1.92 લાખ આપ્યા છતાં શાપરના વ્યાજખોરની પઠાણી ઉઘરાણી


રાજકોટના સાઈબાબા સર્કલ પાસે રોલેક્સ રોડ કાઈ બ્લુ એપાર્ટમેન્ટમાં રહેતા દિનેશભાઇ કડવાભાઇ ટીલાળા(પટેલ)(ઉ.વ.42) એ પોતાની ફરિયાદમાં શાપર વેરાવળ ના જયદીપસિંહ ઝાલા નામના વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. દિનેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,2016માં મારે શાપર વેરાવળમાં કારખાનુ ભાડેથી ચલાવતો હતો
અને ત્યારે મને હાર્ટ એટેકની અસર થઇ ગઈ હતી.મારી તબીયાત સારી થઇ જતા હું કારખાને જવા લાગેલ અને આ વખતે મારે પૈસાની જરૂૂરીયાત હોય જેથી જયદિપસિંહ ઝાલા કે જેઓ વ્યાજે પૈસા આપે છે.જેથી હું તેમને મારી દુકાન પાસે એક પાન માવાની દુકાન હતી ત્યા તેમની બેઠક હોય જેથી જયદિપસિંહને મળી રૂપિયા એક લાખની જરૂૂરિયાત હોવાની વાત કરી હતી. ત્યારબાદ આ જયદીપસિંહે 8 ટકા લેખે નાણાં વ્યાજે આપ્યા હતા.
બાદમાં તેમને દર મહિને વ્યાજ રૂ.8000 આપવાનુ નક્કી થયેલ હતુ અને જયદિપસિંહને વ્યાજ કુલ રૂ.1,92 લાખ ચુકવી આપેલ હતુ અને બાદ 2019 કોરોના કાળમા મારે ધંધો બરાબર ચાલતો ન હોય જેથી મે મારૂ કારખાનુ બંધ કરી દીધું હતું અને આ પછી કારખાને હુ મજુરી કરવા જતો રહેલ અને તા.11/03 ના રોજ હું મારા કારખાને હતો ત્યારે આ જયદિપસિંહ મારા કારખાને આવી મારી પાસેથી રૂ.1.72 લાખ આપવા પડશે તેમ કહી મારી ગાડી પડાવી લઈ ગયા હતા.આ મામલે આજીડેમ પોલીસમાં ફરીયાદ નોંધાઈ હતી.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »