વેરાવળ સીટી પોલીસ સ્ટેશન જી.ગીર સોમનાથ તા.૨૪/૦૭/૨૦૨૨ *‘‘વેરાવળ શહેર SHE ટીમ દ્રારા સફળ કામગીરી‘‘* *‘‘બળાત્કાર જેવા ગંભીર પ્રકારના ગુન્હાના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી વેરાવળ સીટી પોલી - At This Time

વેરાવળ સીટી પોલીસ સ્ટેશન જી.ગીર સોમનાથ તા.૨૪/૦૭/૨૦૨૨ *‘‘વેરાવળ શહેર SHE ટીમ દ્રારા સફળ કામગીરી‘‘* *‘‘બળાત્કાર જેવા ગંભીર પ્રકારના ગુન્હાના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી વેરાવળ સીટી પોલી


વેરાવળ સીટી પોલીસ સ્ટેશન
જી.ગીર સોમનાથ

તા.૨૪/૦૭/૨૦૨૨
*‘‘વેરાવળ શહેર SHE ટીમ દ્રારા સફળ કામગીરી‘‘*
*‘‘બળાત્કાર જેવા ગંભીર પ્રકારના ગુન્હાના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી વેરાવળ સીટી પોલીસ SHE ટીમ ’’*

💫 *ગુન્હાની ટુંક હકીકતઃ-* આ કામે હકીકત એવી છે કે ગઇકાલ તા.૨૩/૦૭/૨૦૨૨ ના રોજ *વેરાવળ સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૯૨૨૦૩૮૭/૨૦૨૨ આઇપીસી ક.૩૭૬, ૩૭૬(૨)(એન)* મુજબનો ગુન્હો રજી. થયેલ છે. અને આ કામે ટુંક હકીકત એવી છે કે આ કામના *આરોપી-રાજુ જુસભ ભાડેલા રહે વેરાવળ ઝાલેશ્વર* વાળા આ કામના ફરીયાદીના પિતાની હોડીમાં મચ્છીમારીની મજુરીએ આવતો હોય જેથી ફરીયાદીશ્રીના ઘરે અવાર-નવાર આવતો હોય જેથી ફરીયાદી સાથે સંપર્ક કેળવી પ્રથમ મિત્રતાના સબંધ બાંધી ફરીયાદી સાથે લગ્ન કરવાની લાલચ આપી ફરીયાદીને આરોપીએ તેમના કાકીના ઘરે કોઇ ન હોય ત્યાં લગ્ન કરવાનું નક્કી કરવાનું કહી લઇ જઇ શરીર સબંધ બાંધી ત્યાર પછી આ જ જગ્યાએ અલગ અલગ ત્રણ વખત ફરીયાદી સાથે શરીર સબંધ બાંધી આવી રીતે આરોપીએ અવાર-નવાર ફરીયાદી સાથે શરીર સબંધ બાંધી ગર્ભ રાખી દીધેલ અને ફરિયાદીશ્રી એ લગ્ન કરવાનુ કહેતા આરોપીએ પોતાના લગ્ન તો થઇ ગયેલ છે અને પોતાને ચાર બાળકો છે અને તારી સાથે લગ્ન કરવા નથી તારે જેમ કરવું હોય તેમ કર તેમ કહી ફરિયાદીશ્રીને આવી ગંભીર હાલતમાં તરછોડી ગુન્હો કરેલ હોય જે બાબતે ઉપરોકત રજી.નંબર તથા કલમ મુજબ ગુન્હો રજી. કરવામાં આવેલ.

💫જે અનુસંધાને *જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી. શ્રી મનીન્દર પ્રતાપસીંગ પવાર સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ એન.જાડેજા સાહેબ તથા મદદનિશ પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ* નાઓએ આવા ગંભીર પ્રકારના ગુનાના આરોપીઓને તાત્કાલિક પકડી પાડી ધોરણસર કાયદાકિય કાર્યવાહી કરવા સખત સુચના આપેલ હોય જેથી *વેરાવળ સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એમ.ઇશરાણી* નાઓએ સદરહુ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ આ ગુનાની તપાસ *વેરાવળ સીટી પો.સ્ટે. ની SHE ટીમ ના ઇન્ચાર્જશ્રી આર.એચ.સુવા પો. સબ ઇન્સ.* નાઓને સોંપી સદરહુ ગુન્હાના *આરોપીને તાત્કાલિક પકડી પાડવા સખત સુચના આપેલ હતી* જે અન્વયે *શ્રી આર.એચ.સુવા પો. સબ ઇન્સ. વેરાવળ સીટી* નાઓએ *પોતાની SHE ટીમ ના સ્ટાફ દ્રારા હ્યુમન સોર્સીસ દ્રારા આરોપી રાજુ જુસભ ભાડેલા રહે વેરાવળ ઝાલેશ્વર વાળાને ગણતરીની કલાકોમાં પકડી પાડેલ છે.* અને ગુન્હાના કામે ધોરણસર અટક કરવા તજવીજ હાથ ધરેલ છે.

💫 *કામગીરી કરનાર ટીમઃ-* વેરાવળ સીટી પો.સ્ટે.ના PI શ્રી એસ.એમ.ઇશરાણી નાઓના માર્ગદર્શન હેઠળ SHE ટીમ ઇન્ચાર્જ PSI શ્રી આર.એચ.સુવા તથા PC વિજયભાઇ સરમણભાઇ તથા દિપકભાઇ વજુભાઈ તથા હર્ષદભાઇ જેશીંગભાઇ તથા WPC નમ્રતાબેન બાલુભાઇ તથા જીગ્નાબેન અરશીભાઇ નાઓ આ કામગીરીમાં જોડાયેલ હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon