પાંજરાપોળ નજીક ચાંદીના કારખાનામાં ચોરીની શંકાએ બેફામ માર મારતા બે બંગાળી કારીગરોના મોત : કારખાનેદાર સહિત 6 સામે હત્યાનો ગુનો - At This Time

પાંજરાપોળ નજીક ચાંદીના કારખાનામાં ચોરીની શંકાએ બેફામ માર મારતા બે બંગાળી કારીગરોના મોત : કારખાનેદાર સહિત 6 સામે હત્યાનો ગુનો


રાજકોટમાં ચોરીની શંકાએ બે બંગાળી કારીગરોને બેફામ માર મારતા મોત થયું હતું. જે મામલે કારખાનેદાર સહિત 6 સામે હત્યાનો ગુનો દાખલ થયો છે. મૃતક રાહુલ શેખ કારખાનમાં કામ કરતો હતો. તે ચોરેલું ચાંદી મીનુ નામના અન્ય જગ્યાએ કામ કરતા કારીગરને આપતો હતો. ચોરીનો ભાંડો ફૂટતા બન્નેને પકડી ધોકા-પાઈપથી માર મારવામાં આવેલો હતો. બંને મૃતક પશ્ચિમ બંગાળના રહેવાસી છે. તેમના પરિવારજનો વતનમાં રહે છે. બંનેની ઉંમર આશરે 25થી 30 વર્ષની છે.
આ બનાવ પાંજરાપોળ પાસે આવેલ એમબીએસ ઓર્નામેન્ટ નામના કારખાનામાં બનવા પામ્યો છે. ગત રાત્રે માર મારી બંને કારીગરને રૂમમાં પુરી દીધા હતા. સવારે તેમના મૃત દેહ મળ્યા હતાં. આરોપીમાં કારખાનાના માલિક સાગર સાવલીયા, મેનેજર વિપુલ મોલિયા, હિમાલય અને ધવલ છે. ઉપરાંત લેબર કોન્ટ્રાકટર તન્મય અને પ્રદીપેએ પણ માર મારેલો તેમજ અત્રે સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા પુષ્પેન્દ્રનો પણ આરોપી તરીકે સમાવેશ કરાયો છે.
આ બનાવની વિગત મુજબ શહેરમાં રામનાથપરા સ્મશાનવાળા બ્રીજ નજીક આવેલી સિલ્વરનેસ્ટ સોસાયટીના મેઇન રોડ પર મહાજનશ્રીની પાંજરાપોળ પાસે આવેલા. એમબીએસ ઓર્નામેન્ટ નામના ચાંદી કામના કારખાનામાં આજે પરપ્રાંતિય મજુરોને ઢોર માર મારી હત્યા કરાઇ હોવાની માહિતી મળતા થોરાળા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયા પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા.
સ્થળ પર તપાસ કરતા કારખાનામાં ઉપરના માળે છત પર આવેલી એક રૂમમાં બે યુવકના મૃતદેહ પડયા હતા. મૃતકોના શરીર પર ધોકા-પાઇપથી માર મરાયા હોવાના નિશાન હતા. જેથી હત્યાનો બનાવ હોવાની વિગત મળતા તુરંત પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. ડીસીપી ઝોન-1 સજનસિંહ પરમાર, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી.વી.જાદવ, ક્રાઇમ બ્રાંચ, એસઓજીની ટીમો તેમજ એલસીબી ઝોન-1ની ટીમો તપાસ માટે દોડાવાઇ હતી. પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. એફએસએલને જાણ કરાતા સ્થળ પરથી પુરાવા-નમુના એકત્ર કરાયા હતા.
આ તરફ આરોપીઓને પકડવા પોલીસે પગેરૂ દબાવતા થોરાળા પોલીસ, ક્રાઇમ બ્રાંચ અને એસઓજીની ટીમોએ મળી 6 આરોપીઓને રાઉન્ડઅપ કરી લીધા હતા અને વધુ તપાસ હાથ ધરાઇ હતી.
બન્ને મૃતકના પરિવાર પશ્ર્ચિમ બંગાળ રહેતા હોય ત્યાં જાણ કરાઈ, રાહુલ આ કારખાનામાં છ મહિનાથી કામ કરતો હતો
પત્રકારોને માહિતી આપતા ડીસીપી ઝોન-1 સજનસિંહ પરમારે જણાવ્યું હતું કે, મૃતકોનું નામ રાહુલ શેખ અને મીનુ શેખ છે.
બન્ને પશ્ર્ચિમ બંગાળના મૂળ વતની છે. હાલ રાજકોટમાં રહેતા હતા અને ચાંદીકામની મજુરીનું કામ કરતા હતા. રાહુલ છેલ્લા છ મહિનાથી એમબીએસ ઓર્નામેન્ટમાં કામ કરતો હતો. આ કારખાનાના માલીકનું નામ સાગર સાવલીયા છે. અહીં મેનેજર તરીકે, વિપુલ મોલીયા, હિમાલય અને ધવલ નામના વ્યક્તિ ફરજ બજાવે છે. ઉપરાંત લેબર કોન્ટ્રાકટર તરીકે તન્મય અને પ્રદીપ મજુરો શોધીને કારખાનામાં કામે રાખતા પોતે પણ અહીં કામ કરતા હતા. અત્રે કારખાનામાં સિકયુરીટી ગાર્ડ તરીકે પુષ્પેન્દ્ર નામનો વ્યક્તિ હતો.
કારખાનાના મેનેજર વિપુલને ખ્યાલ આવ્યો કે, ચાંદીના હિસાબમાં ત્રણ કિલો ચાંદીની ઘટ છે તેથી વિપુલે લેબર કોન્ટ્રાકટર તન્મયને આ વાત કરી હતી અને કારીગરો પર વોચ ગોઠવવા કહ્યું હતું. આ વોચ ગોઠવી તે દરમિયાન ગઈકાલે સાંજના સમયે 100 ગ્રામ ચાંદી ચોરી વિપુલે લેબર કોન્ટ્રાકટર તન્મયને આ વાત કરી હતી અને કારીગરો પર વોચ ગોઠવવા કહ્યું હતું.
આ વોચ ગોઠવી તે દરમિયાન ગઈકાલે સાંજના સમયે 100 ગ્રામ ચાંદી ચોરી સવારે સિકયુરીટી ગાર્ડ રૂમના દરવાજા ખોલતા બન્નેના મોત થઈ ગયા હોવાનું ખુલ્યુ હતું. આ સિવાય પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે, કારખાનામાં કામ કરતા અન્ય કોઈ કારીગરો માર મારવામાં સંડોવાયેલા હતા કે, કેમ? તે અંગે તપાસ થશે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.