જાતિના દાખલા માટે રોજ 400 અરજી, પણ બારી માત્ર એક જ છે
સરકારી યોજનાઓ અને ભરતીઓ માટે જરૂરી જાતિનું પ્રમાણપત્ર મેળવવા બહુમાળીમાં અરજદારોને કલાકો સુધી ઊભા રહેવું પડે છે.
ગુજરાત સરકારે પછાત વર્ગોના વિકાસ માટે યોજનાઓ, શિષ્યવૃત્તિ અને સરકારી ભરતીઓમાં અનામત જેવા લાભો પછાત વર્ગોને મળે તે માટે જાતિનું પ્રમાણપત્ર, નોન ક્રીમિલેયર જેવા દાખલાઓ ફરજિયાત છે જે દાખલા મેળવવા માટે રાજકોટમાં બહુમાળી ભવન ખાતે જનસેવા કેન્દ્ર પર એક જ કચેરી હોવાથી રોજના 100 જેટલા અને એપ્રિલથી ઓક્ટોબરમાં 400થી વધારે અરજદારોને લાઈનમાં ઊભા રહેવાનો વારો આવે છે. જાતિના દાખલાનું ફોર્મ ઓનલાઈન પોર્ટલ પરથી મેળવી શકાય છે પરંતુ ફોર્મ જરૂરી ડોક્યુમેન્ટ સાથે ભરીને પરત જનસેવા કેન્દ્ર પર આપવાના હોય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.