હિંમતનગર ખાતે વિકાસ સપ્તાહ અન્વયે સાંસ્કૃતિક કાર્યક્રમ અને કલા પ્રદર્શન યોજાયો - At This Time

હિંમતનગર ખાતે વિકાસ સપ્તાહ અન્વયે સાંસ્કૃતિક કાર્યક્રમ અને કલા પ્રદર્શન યોજાયો


(રિપોર્ટર ઝાકીર હુસેન મેમણ)
હિંમતનગર ખાતે વિકાસ સપ્તાહ અન્વયે સાંસ્કૃતિક કાર્યક્રમ અને કલા પ્રદર્શન યોજાયો

સાબરકાંઠા જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં અને ધારાસભ્યશ્રી વી ડી ઝાલાની ઉપસ્થિતિમાં કેશવ કોમ્પ્લેક્ષ હિંમતનગર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ ૨૦૨૪ યોજાયો.

સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા જણાવ્યું કે, રાજયના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજયના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લીધા હતા.
વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વર્ષ-૨૦૦૧ થી વર્ષ-૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથાને જનજનમાં ઉજાગર કરવા માટે દર વર્ષે તા. ૦૭ થી તા.૧૫ ઓક્ટોબર દરમિયાન "વિકાસ સપ્તાહ" ઉજવણી કરવામા આવી. ગુજરાતનો વિકાસ કરી રોલ મોડલ બનાવ્યું. નલ સે જલ, કિસાન સન્માન નિધિ, આયુષ્યમાન ભારત કાર્ડ સ્વચ્છતા હિ સેવા જેવા અભિયાનનો થકી આજે દેશની છબી બદલાઈ રહી છે. વડાપ્રધાન શ્રી વિશ્વ નેતા બની કોરોના કાળમાં પણ અન્ય દેશોની મદદ કરી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા એ જણાવ્યું કે, વિકાસ સપ્તાહની ઉજવણી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વના 23 વર્ષના ઉપલક્ષમાં ઉજવાઈ રહ્યો છે, ગુજરાત રોલ મોડલ છે. પ્રજાના કલ્યાણ માટે લોકઉપયોગી કામગીરી કરી છે. હિંમતનગરમાં હુડા આવવાથી શહેરનો વિકાસ કૂદકેને ભૂસકે વધ્યો છે.

આ કાર્યક્રમમાં શહેરના અને જિલ્લાના કલાકારો દ્વારા તેમની કલાનું પ્રદર્શન કરી નગરજનોનુ મનોરંજન કર્યું હતું. મહાનુભવો દ્વારા ચિત્ર પ્રદર્શન નિહાળ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી ડો રતનકંવર ગઢવીચારણ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભૂમિકાબેન પટેલ, અગ્રણી શ્રી ભરતભાઈ વ્યાસ, સુરેશભાઈ, નરેશભાઈ નગરજનો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.