નવો ઓવરબ્રિજ થતાં ધંધુકા- અમદાવાદ ધોરી માર્ગ પર આવેલ ૧૧૪ નંબરનું રેલ્વે ફાટક કાયમી ધોરણે બંધ - At This Time

નવો ઓવરબ્રિજ થતાં ધંધુકા- અમદાવાદ ધોરી માર્ગ પર આવેલ ૧૧૪ નંબરનું રેલ્વે ફાટક કાયમી ધોરણે બંધ


નવો ઓવરબ્રિજ થતાં ધંધુકા- અમદાવાદ ધોરી માર્ગ પર આવેલ ૧૧૪ નંબરનું રેલ્વે ફાટક કાયમી ધોરણે બંધ

ખેડૂતો અને આસપાસમાં વસવાટ કરતા ખેડૂતો માટે સમસ્યા સર્જાઈ

ધંધુકા- અમદાવાદ ધોરી માર્ગ પર આવેલ ૧૧૪ નંબરનું રેલ્વે ફાટક કાયમી ધોરણે મંગળવારથી બંધ કરી દેવામાં આવ્યું છે. રેલવે ઓવરબ્રિજ બનતા ફાટક મુક્ત ભારત અભિયાન અંતર્ગત આ ફાટક જાહેર જનતા માટે રેલવે વિભાગે તાત્કાલિક અસરથી બંધ કરી દીધું છે. જો કે આજુબાજુના લોકો અને ખેડૂતો માટે ફાટક બંધ થતાં મોટી સમસ્યા સર્જાઈ છે.

ધંધુકા અમદાવાદ માર્ગ પર ૧૧૪ નંબરનું ફાટક તા.૩ જીને મંગળવારથી વાહનવ્યવહાર માટે કાયમી ધોરણે બંધ કરી દેવાયું છે. રેલ્વે ઓવરબ્રિજને વિધિવત રીતે શરૂ કરી દેવાતા રેલ્વે વિભાગે ફાટક મુક્ત ભારત અભિયાન હેઠળ આ ફાટક બંધ કરી દીધું છે. ઓવરબ્રિજ શરૂ થયાના બીજા જ દિવસે રેલ્વે વિભાગે રેલ્વે પોલીસના બંદોબસ્ત વચ્ચે ફાટક બંધ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ માર્ગ સંપૂર્ણપણે અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. હવે આજુબાજુના ખેડૂતો કે અન્ય સ્થાનિકોને અવરજવર માટે ઓવરબ્રિજનો જ ઉપયોગ કરવો પડશે. ધંધુકા અમદાવાદ હાઇવે પરનું ૧૧૪ નંબરનો ફાટક રેલ્વે વિભાગ દ્વારા વિધિવત રીતે બંધ કરી દીધો છે. જેને લઈ આજુબાજુમાં રહેતા ખેડૂતો અને લોકોમાં નિરાશા જોવા મળી હતી.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.