ભાવનગરના રુવા ગામે ખાતે અમૃત સરોવરના નિર્માણની કામગીરીનો પ્રારંભ કરાવતાં કલેકટર શ્રી યોગેશ નિરગુડે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/fer0j2v3wk0aibaq/" left="-10"]

ભાવનગરના રુવા ગામે ખાતે અમૃત સરોવરના નિર્માણની કામગીરીનો પ્રારંભ કરાવતાં કલેકટર શ્રી યોગેશ નિરગુડે


ભારત દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં ભાવનગર જિલ્લામાં ૭૫ અમૃત સરોવરનું નિર્માણ કરવામાં આવનાર છે.

આ અમૃત સરોવરો પૈકી ભાવનગરના રુવા ગામ ખાતે ભાવનગર પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા નિર્મિત થનાર અમૃત સરોવરનું ખાતમુહૂર્ત આજે સવારે કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્ર અને કલેકટરશ્રીના સક્રિય પ્રયાસોને લઈને ૭૫ સરોવરનું નિર્માણ વિવિધ સંસ્થાઓ તેમજ વ્યક્તિઓના આર્થિક તેમજ શ્રમદાનના સહકાર સાથે થઈ રહ્યું છે.

ભાવનગર જિલ્લામાં ૭૫ અમૃત સરોવરના નિર્માણથી પાણીની સંગ્રહ ક્ષમતામાં અનેક ગણો વધારો થનાર છે ત્યારે ભાવનગર પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંપૂર્ણ આર્થિક સહયોગ સાથે રુવા ગામે તળાવ નવીનીકરણના કામનું ખાતમુહુર્ત કલેકટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા આજે સવારે રુવા ગામ ખાતે કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, અમૃત સરોવર નિર્માણની કામગીરીનો પ્રારંભ કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાએ થોડા દિવસો પહેલા પાલીતાણાના હણોલ ગામ ખાતેથી કરાવ્યો હતો.

જિલ્લામાં વરસાદી પાણીના સંગ્રહ માટે જુના તળાવને ઊંડા ઉતારવાનું અને નવીનીકરણનું કાર્ય જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવાની નિગરાનીમાં કરવામાં આવી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની દેશના દરેક જિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવ અવસરે ૭૫ સરોવરના નિર્માણમાં આગેવાની લઇને ભાવનગર જિલ્લામાં ૭૫ ને બદલે ૧૦૦ સરોવરો બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

આ પ્રસંગે ભાવનગર પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના અધિકારીઓ, સિંચાઇના પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી ડી.આર. પટેલ, સિંચાઇ વિભાગના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટ મૂળશંકર જાળેલા ભાવનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]