તું તારા બાપા પાસેથી દહેજ ના રૂપિયા લઈ આવ ’ કહી પરિણીતાને પતિ,સાસુ અને નણંદએ માર માર્યો - At This Time

તું તારા બાપા પાસેથી દહેજ ના રૂપિયા લઈ આવ ’ કહી પરિણીતાને પતિ,સાસુ અને નણંદએ માર માર્યો


શહેરમાં ગાંધીગ્રામ માં અક્ષરનગર મેન રોડ ઉપર પરીણીતાને તેના જ પતિ સાસુ અને નણંદ દ્વારા માર મરાતા તેને શરીરે ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. બનાવની જાળ પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને પ્રાથમિક પૂછતાંજ માં પરણીતાએ જણાવ્યું હતું કે, તેના સાસરિયાઓ ’તું તારા બાપા પાસેથી દહેજ ના રૂપિયા લઈ આવ ’ તેવું કહી ત્રાસ આપી તેની સાથે મારકૂટ કરતા હતા.

બનાવવા અંગેની મળતી પ્રાપ્ત માહિતી મુજબ ગાંધીગ્રામમાં અક્ષરનગર મેન રોડ ઉપર બંસીબેન વિવેકભાઈ સોલંકી નામની 20 વર્ષીય પરણીતાને તેના પતિ વિવેક,સાસુ રશ્મી અને નણંદ ખુશ્બુ દ્વારા માર મારતા તેણીને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી આ બનાવની જાણ પોલીસ સ્ટેશનને થતા પોલીસ સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો. અને બંસીબેનની પૂછતાછ કરતા તેને જણાવ્યું હતું કે, તેના લગ્ન 9 મહિના પહેલા વિવેક સાથે થયા હતા અને લગ્નના 10 12 દિવસ બાદ જ તેના પતિ વિવેક અને તેની સાસુ રશ્મી દ્વારા દહેજ બાબતે મેળા ટોળા મારતા હતા.

તેની સાથે અવારનવાર ઝઘડો કરતા હતા અને તું તારા બાપા પાસેથી કંઈ પણ લાવી નથી જા પૈસા લઈ આવ તેમ કહી ત્રાસ આપતા હતા જેથી તેણે થોડા દિવસ પહેલાં જ મહિલા પોલીસ સ્ટેશનમાં તેના પતિ અને સાસરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જ્યાં પોલીસ દ્વારા બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવી ગઈકાલે જ બંસીને તેના પતિ દ્વારા ઘરેથી તેડી ગયા હતા પરંતુ ફરીથી ગઈકાલ રાતે તેને દહેજ બાબતે ઝઘડો કરી બંસીને માર મારતા તેણીને ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલમાં દાખલ કરવામાં આવી હતી. પોલીસે બંસી બેનનું નિવેદન નોંધ આગળની કાર્યવાહી હાથ ધરી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.