પાટડી તાલુકાની ખારાઘોડા સ્ટેશન પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં મદદનીશ શિક્ષકને દસ દિવસમાં કચેરી સમક્ષ હાજર રહેવા નોટીસ
તા.12/08/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની પાટડી તાલુકાની ખારાઘોડા સ્ટેશન પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં મદદનીશ શિક્ષક રીનાબેન નિરંજનકુમાર બારોટ ઘણા લાંબા સમયથી વગર મંજુરીએ ફરજ પર ગેરહાજર રહેલ છે બિન અધિકૃત રીતે ગેરહાજર રહેવા બદલ બાળકોના શિક્ષણ પર પણ ગંભીર અસર પડી રહી છે જિલ્લા શિક્ષણ સમિતિની કચેરી દ્વારા વારંવાર મૌખિક લેખિત જાણ કરવા છતાં આજદિન સુધી ફરજના સ્થળે હાજર થયા ન હોવાથી, નોકરીમાંથી દુર કરવાની વિચારણા હોઈ, આ જાહેર નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૧૦ માં જિલ્લા શિક્ષણ સમિતિની કચેરી સમક્ષ ખુલાસા સાથે હાજર થવા જણાવવામાં આવે છે સમય મર્યાદામાં અત્રેની કચેરીએ હાજર નહી થાય તો તમો કંઈ કહેવા માંગતા નથી તેમ માની લઈને મનસ્વી ગેરહાજરી સબબ ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો-૧૯૭૧ ના નિયમો- ૧૪(૧) (૨) ની જોગવાઈ મુજબ તમારી સામે ખાતાકીય તપાસ કરવાનું વ્યાજબી રીતે વ્યવહારું ન હોઈ ગુજરાત સરકારના નાણાં વિભાગના ગેઝેટ (ન.જી.એન-૧૧૪) RAJ-2006-0-877-P તા.૦૧/૧૨/૨૦૦૬ના નોટીફિકેશન મુજબ તમારી નોકરી સમાપ્ત કરવામાં આવશે જેની લાગતા વળગતાઓએ આ અંગેની જાણ સંબંધ કર્તાઓને કરવાની રહેશે તેમ, જિલ્લા પ્રાથમિક શિક્ષણા ધિકારી, જિલ્લા શિક્ષણ સમિતિ, સુરેન્દ્રનગરની જાહેર નોટીસમાં જણાવાયું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.