તે જ મને ડિસમીસ કરાવ્યો છે’ કહી એસટી ડ્રાઇવર પર ધોકાથી હુમલો
બજરંગવાડીમાં તે જ મને ડિસમીસ કરાવ્યો છે કહી એસટી ડ્રાઇવર પર શખ્સે ધોકાથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી.
બનાવ અંગે ફરિયાદી જીતેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ચુડાસમા (ઉ.વ.50) (રહે.પરાશરપાર્ક, શેરી નં -1, વોરા સોસાયટી પાછળ, જામનગર રોડ) જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા બાવીસ વર્ષથી રાજકોટ એસ.ટી, ડેપોમા એસ.ટી. બસ ડ્રાઇવર તરીકે ફરજ બજાવું છું. ગતરોજ સાંજના મારા મિત્ર રઘુવીરસિંહ જાડેજા સાથે બજરંગવાડીના ખુણા પાસે જામનગર રોડ પર બેઠેલ હતા.
ત્યારે તેના મોબાઇલ પર અનીરાજસિંહ વાઘેલાનો ફોન આવેલ અને પુછેલ કે તમે ક્યા બેસેલ છો, જેથી મતેમને બજરંગવાડીના ખુણા પાસે બેસેલ છું તેવું કહેતાં થોડીવારમાં જ અનિરાજસિંહ અને તેના પીતા ધર્મેન્દ્રસિંહ કારમાં ઘસી આવી કહેલ કે મને ડીસમીસ કરાવવામા તારો જ હાથ છે, કહી મનફાવે તેમ બોલાચાલી કરી ઝઘડો કરવા લાગેલ હતો.જેમને સમજાવવાનો પ્રયત્ન કરતા તે ઉશ્કેરાઇ ગયેલ અને ઢીકાપાટુનો માર મારી લાકડાના ધોકા વડે માર મારવા મારી નાસી છૂટ્યો હતો.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, અનિરાજસિંહને અગાઉ એસટી ડેપોમાં ફરજ બજાવતા અજયસિંહ સાથે માથાકૂટ થયેલ હતી. જેમનું સમાધાન તેમને કરાવતા તેમનો ખાર રાખી હુમલો કર્યો હતો. બનાવ અંગેની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી વધું તપાસ હાથ ધરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.