ઇડર ખાતે વોકેશનલ ટ્રેનર માટે દસ દિવસીય તાલીમનું આયોજન કરાયુ* - At This Time

ઇડર ખાતે વોકેશનલ ટ્રેનર માટે દસ દિવસીય તાલીમનું આયોજન કરાયુ*


*ઇડર ખાતે વોકેશનલ ટ્રેનર માટે દસ દિવસીય તાલીમનું આયોજન કરાયુ*
*******************
સમગ્ર શિક્ષા ગાંધીનગર અંતર્ગત જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કચેરી અને સમગ્ર શિક્ષા કચેરી હિંમતનગર દ્વારા આયોજીત વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત વોકેશનલ ટ્રેનરોની દસ દિવસીય તાલીમનું આયોજન બી.આર.સી.ભવન ઇડર ખાતે કરવામાં આવ્યું હતુ.
જિલ્લાની સરકારી માધ્યમિક શાળાઓ, મોડલ ડે શાળા અને ગ્રાન્ટેડ શાળાઓમાં વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત વિવિધ ટ્રેડ જેવા કે ઈલેકટ્રોનિક,ઓટોમોટીવ,બ્યુટી અને વેલનેસ,અગ્રીકલ્ચર,સીવણ,રીટેલ,વગેરેમાં કામ કરતા વોકેશનલ ટ્રેનરને તા ૯ માર્ચ ૨૦૨૩ થી ૨૧ માર્ચ ૨૦૨૩ દરમિયાન વોકેશનલ ટ્રેનિંગ આપવામાં આવી હતી. દસ દિવસીય વોકેશનલ ટ્રેનિંગમાં વોકેશનલ ટ્રેનરનેને થીયરીકલ,પ્રેક્ટીકલ, ઇન્ટર્નલ મુલ્યાંકન, ગુણાંકની કામગીરી તેમજ બાળકોમાં રહેલી સ્કીલ બહાર લાવવા માટેના પ્રયાસો માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જિલ્લાની ૨૦ શાળાઓમાં ૨૨ ટ્રેનરો દ્વારા શિક્ષણની કામગીરી સાથે સાથે બાળકોમાં છુપાયેલી આંતરીક શક્તિઓને બહાર લાવવાનું કામ કરવામાં આવે છે.
આ તાલીમમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મીતાબેન ગઢવી, પ્રો. કોઓડીનેટર (આર.એમ.એસ.એ.) હેમલત્તા બેન, પટેલ,ઇડર ડાયટના સિનિયર લેક્ચરલ અશ્વિનભાઈ પટેલ ,રોજગાર કચેરી હિંમતનગરના શ્રી કિરણભાઈ,આરોગ્ય વિભાગમાંથી ડૉ. ભાવેશભાઈ આઈ.ટી.આઈ. નિષ્ણાતો દ્વરા વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
**************************


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.