રાહતના સમાચાર! હવે ખાદ્યતેલ થશે સસ્તું, સરકાર ટૂંક સમયમાં ઘટાડી શકે છે ભાવ - At This Time

રાહતના સમાચાર! હવે ખાદ્યતેલ થશે સસ્તું, સરકાર ટૂંક સમયમાં ઘટાડી શકે છે ભાવ


રાહતના સમાચાર! હવે ખાદ્યતેલ થશે સસ્તું, સરકાર ટૂંક સમયમાં ઘટાડી શકે છે ભાવ

રાહતના સમાચાર! હવે ખાદ્યતેલ થશે સસ્તું, સરકાર ટૂંક સમયમાં ઘટાડી શકે છે ભાવ

દેશમાં સતત વધતી મોંઘવારીથી પીસાઇ રહેલી જનતા માટે એક રાહતના સમાચાર છે. હવે દેશમાં ખાદ્યતેલોના ભાવ ઘટી શકે છે. ખાદ્યતેલોના ભાવને અંકુશમાં રાખવા તેમજ તેની કિંમત ઘટાડવાને લઇને સરકારે ઉદ્યોગ મંડળની એક બેઠક બોલાવી છે.

News Detail

દેશમાં સતત વધતી મોંઘવારીથી પીસાઇ રહેલી જનતા માટે એક રાહતના સમાચાર છે. હવે દેશમાં ખાદ્યતેલોના ભાવ ઘટી શકે છે. ખાદ્યતેલોના ભાવને અંકુશમાં રાખવા તેમજ તેની કિંમત ઘટાડવાને લઇને સરકારે ઉદ્યોગ મંડળની એક બેઠક બોલાવી છે. આ અંગે વાત કરતા ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ જણાવ્યું હતું કે, ખાદ્ય મંત્રાલયે તેલ ઉદ્યોગ સંસ્થાઓ તેમજ ઉત્પાદકોની એક બેઠક બોલાવી છે. આમાં વૈશ્વિક ભાવમાં ઘટાડાને અનુરૂપ ખાદ્યતેલના છૂટક ભાવમાં ઘટાડો લાવવાના પગલાં અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. આપને જણાવી દઇએ કે ગત મહિને ખાદ્યતેલોની છૂટક કિંમતોમાં 10-15 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરાયો હતો.

વૈશ્વિક બજારોમાં ઓછી કિંમત

આ અંગે વાત કરતા સોલવન્ટ એકસ્ટ્રેકટર્સ એસોસિએશન ઑફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી.વી. મહેતા અનુસાર, છેલ્લા એક મહિનામાં વિવિધ પ્રકારના તેલના ભાવમાં ટન દીઠ $300-450નો ઘટાડો થયો છે. જો કે હજુ પણ રિટેલ માર્કેટમાં તેની અસર જોવા મળવામાં વધુ વિલંબ થશે. આગામી દિવસોમાં બીજી તરફ ખાદ્યતેલોના છૂટક ભાવમાં ઘટાડો થાય તેવી અપેક્ષા છે.

અગાઉ પણ ખાદ્ય સચિવે કિંમતમાં ઘટાડા અંગેની વાત પર ભાર મૂકતા કહ્યું હતું કે, રિટેલ માર્કેટમાં ખાદ્યતેલોના ભાવ સતત ઘટવા લાગ્યા છે. ઘણી ખાદ્યતેલ કંપનીઓએ 10 થી 15 રૂપિયા પ્રતિ લિટરનો ભાવમાં ઘટાડો કર્યો છે. ભારત તેની ખાદ્યતેલની જરૂરિયાતના 60 ટકા કરતાં વધુ એકલા આયાત દ્વારા પૂરી કરે છે. આપને જણાવી દઇએ કે વર્ષ 2020-21માં ભારતની ખાદ્યતેલની આયાત અંદાજે 131.3 લાખ ટન રહી હતી.

ગ્રાહકોને નથી મળ્યો કોઇ ફાયદો

એક તરફ વૈશ્વિક માર્કેટમાં ખાદ્યતેલોના ભાવમાં મોટા પાયે ઘટાડો થયો છે, પરંતુ હજુ સુધી ગ્રાહકો સુધી તેનો લાભ પહોંચ્યો નથી. સરકારના નિર્દેશોને કારણે કંપનીઓએ ગત મહિને કિંમતોમાં સામાન્ય ઘટાડો કર્યો હતો જે પૂરતો નથી. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon