મુળી તાલુકાનાં ગામોમાં કોલસાની ખાણો બુરી દેવામાં આવે પર્યાવરણ પ્રેમી ઓ ની માંગ
*મુળી પંથકમાં કોલસાની ખાણો પુરવામાં આવે! પર્યાવરણ પ્રેમી ઓ ની માંગ*
મુળી તાલુકાનાં ગામોમાં કોલસાની ખાણો કુવા આશરે પાંચસો ઉપર આવેલા છે તેને થોડા દિવસ પહેલા જ તંત્ર દ્વારા બંધ કરવામાં આવેલ છે ત્યારે આ કુવામાં પશુપાલકો નાં પશુઓ ગાય ભેંસ બકરી ઘેંટા જેવા પશુઓ ચરવા જાય ત્યારે અકસ્માત માં કોલસાના કુવા માં પડી જાય છે અને મૃત્યુ પામે છે અને પશુપાલકો ને આર્થિક નુકસાની વેઠવી પડે છે જ્યારે ખેડૂતો ને આ કોલસા નાં કુવા નો ગાળ વેસ્ટેજ આડેધડ ખોદકામ દરમિયાન નાખવામાં આવે છે ત્યારે તેઓ નાં કુદરતી વહેણ અન્ય ફંટાઈ ને ખેતી પાકોમાં મોટાપ્રમાણમાં નુકસાન કરે છે સાથે સાથે અનેક વૃક્ષો નું પણ નિકંદન નીકળી રહ્યું છે ત્યારે પર્યાવરણ પ્રેમી ઓ એ કલેકટર ને રજુઆત કરી છે અને જણાવ્યું હતું કે આ તમામ કોલસાની ખાણો ગેરકાનૂની રીતે સરકારી ખરાબા જમીન, ગૌચર જમીન, ખેડૂતો ની ખાતેદાર માલીકીની જમીન માં ખનિજ ખોદકામ થાય છે ગુજરાત સરકાર ની ખનીજ સંપદાને મોટું નુક્સાન પહોંચાડી રહ્યા છે ત્યારે આ ખુલ્લા ખાડાઓ ને બુરી દેવામાં આવે આ કુવામાંથી અનેક લાશો પણ પધરાવી દેવામાં આવે છે આ બનાવો પણ બનેલાં છે ભવિષ્ય માં તો ગુનાહિત પ્રવૃત્તિ પણ બંધ થશે અને ખનીજ ચોરી પણ સદંતર બંધ થશે જમીન પર્વત વૃક્ષ પ્રકૃતિ સાથે જોડાયેલા છે અને તેની વિરુદ્ધ કામ ગેરકાનૂની ખોદકામ થતાં ભવિષ્યમાં મોટી આફતનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે અને ખનીજ ચોરી સદંતર બંધ કરવા માટે આ એક જ ઉપાય છે ત્યારે જેસીબી મશીન દ્વારા વેસ્ટ માલ થી તાત્કાલિક ધોરણે પુરી દેવામાં આવે તો અનેક અકસ્માત ઘટશે તેમ જણાવ્યું હતું મુખ્ય ખનીજ કોલસો રેતી ફાયરકલે સફેદ માટી કાળો પથ્થર સિલીકા સ્ટોન મળી આવે છે ત્યારે બે દાયકા બાદ પહેલી વખત જ કોલસાની ખાણો સદંતર બંધ કરવામાં આવી છે એ ફરી ચાલુ ન થાય તે માટે કોલસાના કુવા પુરી દેવામાં આવે તો જ ખનીજ સંસાધનો સંપતિ બચશે
*રામકુભાઈ કરપડા મુળી*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.