*આજરોજ બાબરકોટ ગામે ખેડૂત તાલીમ યોજાય*

*આજરોજ બાબરકોટ ગામે ખેડૂત તાલીમ યોજાય*


*આજરોજ બાબરકોટ ગામે ખેડૂત તાલીમ યોજાય*

આજ રોજ ખેતીવાડી શાખા તાલુકા પંચાયત બોટાદ દ્વારા નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન (ઓઇલસિડ & ઓઇલપામ )
અંતર્ગત આયોજિત ખેડૂત તાલીમ બાબરકોટ ગામે યોજાયેલ જેમાં જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી બી. આર.બલદાણીયા સાહેબ તથા શ્રી અમીબેન પટેલ વિસ્તરણ અધિકારી ખેતીવાડી શાખા તાલુકા પંચાયત બોટાદ તથા ગ્રામ સેવક ઘનશ્યામભાઈ જાદવ હાજર રહ્યા હતા જેમાં જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રીબી.આર.બલદાણીયા સાહેબશ્રી એ ખૂબ જ હળવી શૈલીમાં તેલબીયા વિશે તથા સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ વિશે ખૂબ શણાવટપુર્વક સૌ ખેડૂતો ને સરળ ભાષામાં સમજાવી ખાસ કરીને દેશી ગાય થી થતા ફાયદા તથા જીવામૃત કેવી રીતે બનાવવું તથા તેના ફાયદા વિશે માહિતી આપી હતી જીવામૃત, દસપર્ણી અર્ક, નિમાસ્ત્ર, બ્રહ્હાસ્ત્ર, મિશ્ર પાક પદ્ધતિ આચ્છાદાન વગેરેની ખેડૂતોને માહિતી આપેલહતી.ત્યારબાદ અમીબેન પટેલ વિસ્તરણ અધિકારી ખેતી વાડીશાખા બોટાદ એ સરકાર માંથી મળતી વિવિધ યોજના અને લાભો વિશે માહિતી આપી હતી.બાદમાં બાબરકોટ ના પ્રગતિશીલ ખેડૂત કનુભાઈ ડી. ખાચરે તમામ અધિકારી તથા ખેડૂતો નો આભાર માની પ્રાકૃતિક કૃષિ નો વેગ વધારવા અને લોકોનું સ્વાસ્થ્ય જળવાય રહે તે માટે સૌ ને પ્રાકૃતિક કૃષિ કરવા આહવાન કરવામાં આવ્યું. તાલીમ માં ખેડૂતો એ ખુબ ખુશી વ્યક્ત કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »