સુરેન્દ્રનગર જીલ્લામાં 10 વર્ષમાં 181ની ટીમે કુલ 30,126 મહિલાઓની મદદે દોડી
મહિલાઓની સુરક્ષા માટે શરૂ કરવામાં આવેલી 181 અભયમ મહીલા હેલ્પલાઈનને આજે રાજયભરમાં 10 વર્ષ પુરા થાય છે તા. 8મી માર્ચ 2015ના રોજ વિશ્વ મહિલા દિને શરૂ થયેલી આ સેવાને ઝાલાવાડમાં પણ સારો પ્રતિસાદ મળ્યો છે 10 વર્ષમાં ટીમ એક કોલ મળતા 30,126 મહીલાઓની મદદે દોડી ગઈ છે વર્ષ 2024ની જો વાત કરીએ તો 781 કેસમાં 181ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને 509 કેસમાં સમાધાનકારી વલણ અપનાવી કેસનો નિકાલ કરાયો હતો જયારે 272 કીસ્સાઓમાં આગળની કાર્યવાહી માટે કેસ પોલીસ મથક, મહીલા સહાયતા કેન્દ્ર કે સખી વન સ્ટોપ સેન્ટર રીફર કરાયો હતો ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ દ્વારા કાર્યાન્વિત અને ઈ.એમ.આર. ગ્રીન હેલ્થ સર્વીસ દ્વારા સંચાલિત એક અભિનવ હેલ્પલાઈન તરીકે અભયમ્ 181 મહિલા હેલ્પલાઈન તા. 8મી માર્ચ 2015ના રોજ સમગ્ર રાજય સાથે ઝાલાવાડમાં પણ શરૂ કરાઈ હતી પિડીત મહિલાઓ, યુવતીઓ, વિદ્યાર્થીનીઓ અને સિનિયર સિટીઝન મહિલાઓ માટે આ સેવા સુરેન્દ્રનગર જિલ્લાની મહીલાઓ માટે આર્શીવાદરૂપ સાબિત થઇ છે 24x7 વિનામૂલ્યે કાર્યરત આ સેવા મહિલાઓ પર થતા શારીરિક, માનસિક, જાતિય અત્યાચાર સહિત ઘરેલું હિંસા સહિતના કિસ્સાઓ, કામના સ્થળે જાતિય સતામણી, લગ્નજીવનના વિખવાદો, લગ્નેતર સંબંધ, મનોરોગી મહિલાઓની સમસ્યાઓ, બાળ જન્મ, બાળ લગ્ન, બિનજરુરી ફોન કોલ-મેસેજથી હેરાનગતિ, મહિલાને મિલકતમાં ભાગીદારી, છેડતી, સાયબર ક્રાઈમ, અપહરણ, બળાત્કાર કે અન્ય પ્રકારના કિસ્સાઓમાં મદદરૂપ બનેલ છે સુરેન્દ્રનગર જિલ્લામાં 10 વર્ષમાં 181ની ટીમે કુલ 30,126 મહિલાઓની મદદ કરી સલાહ-સુચન અને માર્ગદર્શન તથા બચાવની કામગીરી કરી છે જયારે ગત વર્ષ 2024ની વાત કરીએ તો ટીમના કાઉન્સીલરને એક કોલ મળતા જ 781 મહિલાઓની વ્હારે દોડી ગયા હતા જેમાં 509 કેસમાં કુશળ કાઉન્સેલીંગ કરીને સમાધાનકારી વલણ અપનાવાયુ હતુ જયારે 272 કેસમાં પીડિતાની સમસ્યા ગંભીર જણાતા આગળની કાર્યવાહી માટે કેસ પોલીસ મથક, મહીલા સહાયતા કેન્દ્ર કે સખી વન સ્ટોપ સેન્ટર રીફર કરાયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
