હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે.જાણવાજોગ નંબર ૫૦/૨૦૨૪ તા.૦૭/૧૧/૨૦૨૪ ના કામે ગુમથનારનુ થયેલ ખુનના ગુન્હાનો ભેદ ઉકેલતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ - At This Time

હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે.જાણવાજોગ નંબર ૫૦/૨૦૨૪ તા.૦૭/૧૧/૨૦૨૪ ના કામે ગુમથનારનુ થયેલ ખુનના ગુન્હાનો ભેદ ઉકેલતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ


હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે.જાણવાજોગ નંબર ૫૦/૨૦૨૪ તા.૦૭/૧૧/૨૦૨૪ ના કામે ગુમથનારનુ થયેલ ખુનના ગુન્હાનો ભેદ ઉકેલતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી,વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી,વિજય પટેલ સાહેબ સાબરકાંઠા દ્વારા ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્વયે વિભાગીય પોલીસ અધિકારીશ્રી, હિંમતનગર વિભાગ,એ.કે.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ આવા ગંભીર પ્રકારના ગુન્હાના આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય.

જે અન્વયે જણાવવાનુ કે ગઇ તા.૦૭/૧૧/૨૦૨૪ ના રોજ આ કામના જાહેરાત આપનાર કિસ્મતબા વા/ઓ ઈંદ્રસિંહ રજુસિંહ જાડેજા ઉ.વ.૪૦ રહે.દહેગામડા તા.ભીલોડા જી.અરવલ્લી હાલ રહે,.લીખી તા.હિંમતનગર જી.સાબરકાંઠા નાઓને પો.સ્ટે. આવી જાહેરાત આપેલ કે તા.૦૨/૧૧/૨૦૨૪ ના ક.૭/૦૦ વાગ્યાના સુમારે મોજે લીખી ગામેથી પોતાના પતિ ઇન્દ્રસિંહ નાઓ લીખી ગામેથી પીપલોદી ગામે જવાનું કહીને ઘરેથી નીકળી જઇ ક્યાંક જતા રહી ગુમ થયા વિ.બાબતેની જાહેરાત અત્રેના પો.સ્ટે. આપતા અત્રેના ઉપરોક્ત નંબરથી જાણવાજોગ દાખલ થયેલ ત્યારબાદ ગુમથનારના ભાઇ ગજેન્દ્રસિંહ રજુસિંહ જાડેજા રહે.દહેગામડા તા.ભિલોડા જી.અરવલ્લી નાઓ પોતાના ભાઇ ઇન્દ્રસિંહના ગુમ થવા ઉપર તેમની પત્નિ કિસ્મતબા તેમજ લીખી ગામે રહેતા સુરજસિંહ ઉર્ફે છોટીયો વિજયસિંહ ચૌહાણ નાઓ ઉપર શંકા હોય જે આધારે જાહેરાત આપનાર કિસ્મતબા તેમજ લીખી ગામે રહેતા સુરજસિંહ ઉર્ફે છોટીયો વિજયસિંહ ચૌહાણ નાઓને પો.સ્ટે.બોલાવી અલગ અલગ બેસાડી યુક્તિ પ્રયુક્તીપુર્વક પુછપરછ કરતા આ કામના જાહેરાત આપનાર કિસ્મતબા ભાગી પડી હકિકત જણાવેલ કે, પોતે તથા સુરજસિંહ ઉર્ફે છોટીયો ચૌહાણ નાઓ સાથે પ્રેમસબંધ હોય અને બન્ને જોડે રહેવા માંગતા હોય અને ગુમથનાર ઇન્દ્રસિંહ નાઓ બન્નેના પ્રેમસબંધ વચ્ચે અડચણ રૂપ થતા હોય જેથી તા.૦૨/૧૧/૨૦૨૪ ના રોજ રાત્રીના ત્રણેક વાગે આ કામના ગુમથનાર ઇન્દ્રસિંહ નાઓ ઘરે સુતા હોય તે દરમ્યાન આ કામના જાહેરાત આપનાર કિસ્મતબા તથા સુરજસિંહ ચૌહાણ નાઓએ ઇન્દ્રસિંહને માથાના તેમજ ગળાના ભાગે કુહાડી મારી મોત નિપજાવી ઇન્દ્રસિંહની લાશને લીખી ગામ નજીક આવેલ ગુહાઇ ડેમ નજીક એક પાણી ભરેલ કુવામા નાખી દઇ ગુન્હામાં એકબીજાની મદદગારી કરી ગંભીર પ્રકારનો ગુન્હો કરેલાનુ જણાઇ આવતા તેઓ વિરૂધ્ધ હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે.પાર્ટ એ ગુ.૨.નંબર-૧૧૨૦૯૦૧૭૨૪૦૯૩૩/ ૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા એકટ.૨૦૨૩ ની કલમ ૧૦૩(૧), ૧૧૫ (૨), ૨૩૮, ૫૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ફરીયાદ દાખલ કરી આરોપીઓને અટક કરી આગળની તજવીજ હાથ ધરેલ છે.

આમ, હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે.જાણવાજોગ નંબર ૫૦/૨૦૨૪ તા.૦૭/૧૧/૨૦૨૪ ના કામે ગુમથનારનુ થયેલ ખુનના ગુન્હાનો ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી હિંમતનગર ગ્રામ્ય પોલીસ હિમતનગર ગ્રામ્ય પોલીસએ કરેલ છે.

*પકડાયેલ આરોપીઓના નામ-

(૧) કિસ્મતબા વા/ઓ ઇન્દ્રસિંહ રજુસિંહ જાડેજા ઉ.વ.૪૦ રહે.દહેગામડા તા.ભિલોડા જી.અરવલ્લી હાલ રહે.લીખી

તા. હિંમતનગર જી.સાબરાકાંઠા
(૨) સુરજસિંહ ઉર્ફે છોટીયો વિજયસિંહ ચૌહાણ ઉ.વ.૨૫ રહે. લીખી તા.હિંમતનગર જી.સાબરકાંઠા

* કામગીરી કરનાર અધિકારી/કર્મચારી

(૧) એચ.આર.હેરભા પોલીસ ઇન્સ્પેક્ટર

(૨) અનાર્મ હેડ કોન્સ. હરેશભાઇ ગેમરભાઇ બ.નં.૧૬૯

(૩) અનાર્મ હેડ કોન્સ. રવિકુમાર રમેશભાઇ બ.નં૧૨૦૧

(૪) પો.કો.ભરતસિંહ દિપસિંહ બ.નં.૯૧૫

(૫) પો.કો.ઘનશ્યામસિંહ લક્ષ્મણસિંહ બ.નં.૩૮૪

(૬) પો.કો.જીતેન્દ્રકુમાર ગોવિંદભાઇ બ.નં.૮૬૧

(૭) પો.કો.પીનાકિનકુમાર અમૃતભાઇ બ.નં.૩૩૫

(૮) વુ.પો.કો.દિપીકાબેન બાબુભાઇ બ.નં.૮૭૯

(એચ.આર.હેરભા) પોલીસ ઇન્સપેક્ટર હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.