સાયલામાં બીજા તબક્કાનો વ્યાજની બદીને નાબૂદ કરવા કાર્યક્રમ યોજાશે - At This Time

સાયલામાં બીજા તબક્કાનો વ્યાજની બદીને નાબૂદ કરવા કાર્યક્રમ યોજાશે


સાયલા ખાતે આવેલી લાલજી મહારાજની જગ્યા પરિસરમાં આગામી ૨૯ જૂનના રોજ સવારે ૧૦:૦૦ થી બપોરના ૪:૦૦ કલાક સુધી વ્યાજની બદીને નેસ્તનાબૂદ કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં લીંબડી ડિવિઝન પોલીસસ્ટેશન અંદર આવતા ચુડા, સાયલા, થાનગઢ, લીંબડી શહેર-તાલુકાના ગામો સહિતના વિસ્તારોમાં વ્યાજખોરને લગતી સમસ્યાનું નિરાકરણ કરી વ્યાજખોરી સંપૂર્ણનાબૂદ કરવા બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે. જેમાં જો કોઈ વ્યક્તિએ નાણાં દેનાર મંડળી પાસેથી નિયત કરતા વધુ વ્યાજ આપી લોન લીધેલી હોય તેમજ માર્ગેજ પેટે મોટી કિંમતોની જમીન મકાનો દસ્તાવેજ પ્રોમિસરી નોટ ચેક અને તેઓને આપેલા નાણાં ચૂકવી આપેલા હોય તેમ છતાં છેતરપિંડી કે વિશ્વાસઘાત કરી પરત કરતા ન હોય તેઓ પણ આ કાર્યક્રમમાં રજૂઆત કરી અને ન્યાય મેળવી શકે છે.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.